Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુવક અને યુવતી હનિમૂન માટે બાઇક પર ચારધામની યાત્રાએ નિકળ્યા , વાંચો અનોખો કિસ્સો

સામાન્ય રીતે નવદંપતી લગ્ન કર્યા બાદ હરવા ફરવાના સ્થળોએ દેશ કે વિદેશમાં હનિમૂનનો પ્લાન બનાવે છે. લગ્ન બાદ એકમેક સાથે સારી રીતે પરિચીત થવા માટે નવદંપતી હનિમૂન માટે જતા હોય છે પણ સાવરકુંડલાની યુવતી અને અમદાવાદના યુવકે લગ્ન બાદ બાઇક...
03:44 PM May 12, 2023 IST | Vipul Pandya
સામાન્ય રીતે નવદંપતી લગ્ન કર્યા બાદ હરવા ફરવાના સ્થળોએ દેશ કે વિદેશમાં હનિમૂનનો પ્લાન બનાવે છે. લગ્ન બાદ એકમેક સાથે સારી રીતે પરિચીત થવા માટે નવદંપતી હનિમૂન માટે જતા હોય છે પણ સાવરકુંડલાની યુવતી અને અમદાવાદના યુવકે લગ્ન બાદ બાઇક પર ચાર ધામની યાત્રાએ નિકળ્યા છે
બાઇક પર ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા
સાવરકુંડલાની યુવતી માધુરી જયાણી અને અમદાવાદના વિરાજસિંહ રાણાએ 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બાદ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને બાઇક પર ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા છે.
તેઓ ત્રિયુગી નારાયણ ખાતે હિન્દુ વિધિથી લગ્ન કરશે
સાવરકુંડલાની યુવતી માધુરી જયાણીના પિતા સાવરકુંડલામાં તબેલો ચલાવે છે અને તે પોતે અમદાવાદમાં બે સ્થળે કેફે ચલાવે છે.  તેઓ ત્રિયુગી નારાયણ ખાતે હિન્દુ વિધિથી લગ્ન કરશે
હનીમૂનના સ્થાને યાત્રાધામોનાં દર્શન કરવાનો નિર્ધાર કર્યો
વિરાજસિંહ રાણા અને માધુરી જયાણીના કેદારનાથમાં હિન્દુ વિધિથી લગ્ન શક્ય નથી બન્યાં પરંતુ આવતા નવેમ્બરમાં તેમના લગ્નને એક વર્ષ પૂર્ણ થશે ત્યારે જ્યાં શિવ-પાર્વતીનાં લગ્ન થયાં હતાં તે ઉત્તરાખંડના ત્રિયુગી નારાયણ ખાતે જઇ બંને લગ્ન કરશે. માધુરીનો પરિચય વિરાજસિંહ રાણા સાથે થયો હતો. બંનેએ સાથે કેદારનાથની યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો. જોકે પરિચય પ્રેમમાં બદલાતાં બંને હનીમૂનના સ્થાને યાત્રાધામોનાં દર્શન કરવાનો નિર્ધાર કર્યો હતો.
હિન્દુ વિધિથી  કેદારનાથમાં જઇને પણ મેરેજ કરવાનો નિર્ણય કર્યો
બંનેએ ગત નવેમ્બરમાં અમદાવાદમાં કોર્ટ મેરેજ કર્યાં પરંતુ તે વખતે કેદારનાથનાં કપાટ બંધ હોઈ યાત્રા શરૂ ન થઇ શકી. હવે કપાટ ખૂલતાં જ તેઓ યાત્રાએ નીકળી ગયા છે. તેમણે હિન્દુ વિધિથી  કેદારનાથમાં જઇને પણ મેરેજ કરવાનો નિર્ણય કર્યો હતો.
તેઓ જ્યોતિર્લિંગની યાત્રા પર નીકળ્યા
જોકે ભારે ભીડ અને અહીં બે દુર્ઘટના બની હોવાથી કેદારનાથમાં મેરેજ શકય બન્યાં નથી. બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા પણ તેમણે પૂર્ણ કરી લીધી છે. હવે તેઓ જ્યોતિર્લિંગની યાત્રા પર નીકળ્યા છે.
આ પણ વાંચો---ભીષણ ગરમીમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છે સુરતીઓ, જુઓ તસવીરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Chardham yatramcoupleHoneymoon
Next Article