ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Aravalli : પોલીસ હેડક્વાર્ટરમાં જ મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર

આ ઘટનાને પગલે અરવલ્લી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે મોડાસા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
03:13 PM Nov 08, 2024 IST | Vipul Sen
  1. Aravalli પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મીનો આપઘાત
  2. મહિલા પોલીસનાં આપઘાતનું કારણ અકબંધ
  3. સમગ્ર મામલે મોડાસા પોલીસે તપાસ હાથ ધરી

અરવલ્લી (Aravalli) પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મીનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. મહિલા પોલીસકર્મીએ મોડાસા ખાતેનાં પોલીસ આવાસમાં નિવાસસ્થાને આપઘાત કર્યો છે. જો કે, મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કયા કારણોસર કરી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, આ ઘટનાને પગલે અરવલ્લી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે મોડાસા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : વાહનચાલકો માટે ખાસ સૂચના! આવતીકાલથી આ રૂટ થશે બંધ, વાંચો સમગ્ર અહેવાલ

મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર

અરવલ્લી પોલીસ હેડક્વાર્ટરમાં (Aravalli Police Headquarters) મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. માહિતી અનુસાર, મહિલા પોલીસકર્મી રીટાબેન પટેલ મોડાસા પોલીસ આવાસ (Modasa Police Avas) ખાતે રહેતા હતા. દરમિયાન, રીટાબેને અગમ્ય કારણોસર પોતાનાં નિવાસ સ્થાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. પોલીસ હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યાથી પોલીસ દોડતી થઈ હતી.

આ પણ વાંચો - Gandhinagar : ભારતના પુશ અપ મેન રોહતાસ ચૌધરી 9 નવેમ્બરે પાકિસ્તાનનો રેકોર્ડ તોડશે

મહિલા પોલીસના આપઘાતનું કારણ અકબંધ

મહિલા પોલીસકર્મી રીટાબેને કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયું નથી. મોડાસા પોલીસે આ મામલે મહિલા પોલીસકર્મી રીટબેનનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે રીટાબેનનાં પરિવારજનોનો સંપર્ક કરી પૂછપરછ આદરી છે.

આ પણ વાંચો - VADODARA : એક ભૂલ મહિલાને મોત સુધી લઇ ગઇ

Tags :
Aravalli Police HeadquartersBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratimodasaModasa PoliceNews In GujaratiWoman Police Committed Suicide
Next Article