Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શરદ પવારને ફરીથી અધ્યક્ષ બનાવાનો પ્રસ્તાવ, NCPની બેઠક શરુ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ NCPની કોર કમિટીની બેઠક મુંબઈમાં ચાલી રહી છે. દરમિયાન, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર નવા પ્રમુખની પસંદગી માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમજ સમિતિએ...
શરદ પવારને ફરીથી અધ્યક્ષ બનાવાનો પ્રસ્તાવ  ncpની બેઠક શરુ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ NCPની કોર કમિટીની બેઠક મુંબઈમાં ચાલી રહી છે. દરમિયાન, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર નવા પ્રમુખની પસંદગી માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમજ સમિતિએ શરદ પવારના રાજીનામાને અમાન્ય ગણાવ્યો છે.
આ બેઠક પહેલા જ જયંત પાટીલે ટ્વીટ કર્યું હતું કે અમે સાહેબ સાથે છીએ. તે જ સમયે, પવારના રાજીનામાના વિરોધમાં, એક કાર્યકર્તાએ પોતાના પર કેરોસીન તેલ છાંટ્યું છે.
કોર કમિટીએ બેઠક યોજીને શરદ પવારનું રાજીનામું ફગાવી દીધું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની કોર કમિટીએ બેઠક યોજીને શરદ પવારનું રાજીનામું ફગાવી દીધું છે. પાર્ટી સતત પવારને તેમનું રાજીનામું પાછું લેવા વિનંતી કરી રહી હતી અને આજે પણ નેતાઓએ એ જ વિનંતી કરી હતી. હવે જોવાનું એ રહેશે કે પવાર સમિતિના નિર્ણયને અમલમાં મૂકે છે કે પછી તેને પોતે નકારી કાઢે છે. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે પવારના રાજીનામાને નકારી કાઢતો ઠરાવ આગળ મૂક્યો હતો, જેને તમામ સભ્યોએ સર્વાનુમતે ફગાવી દીધો હતો.
10 મિનિટમાં નિર્ણય લેવાયો
પવારનું રાજીનામું નકારવાનો નિર્ણય NCPની બેઠક શરૂ થયાના 10 મિનિટ બાદ લેવામાં આવ્યો હતો. એટલે કે એજન્ડા નક્કી કર્યા પછી કમિટી આવી ગઈ હતી. તમામ નેતાઓ હવે શરદ પવારને મનાવવા જશે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે લોકસભાની ચૂંટણી આડે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે નવા પાર્ટી અધ્યક્ષ માટે નિર્ણય લેવાનું મુશ્કેલ બનશે. પક્ષના નેતાઓ પવારને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રાખવા અને તેઓ ઈચ્છે તે ફેરફારો કરવા કહી શકે છે.
UPDATE....
Advertisement
Tags :
Advertisement

.