Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

 Ahmedabad : પોલીસ જવાને તત્કાળ  CPR આપી યુવકનો જીવ બચાવ્યો, જુઓVideo 

અમદાવાદ (ahmedabad) રેલવે સ્ટેશન નજીક યુવકની તબિયત અચાનક જ ખરાબ થઇ જતાં સ્થળ પર હાજર પોલીસ જવાન તેની મદદમાં આવ્યો હતો. આ પોલીસ જવાને તાત્કાલિક CPR આપી યુવકનો જીવ બચાવ્યો હતો. યુવકને તાત્કાલિક CPR આપ્યો અમદાવાદ રેલવે સ્ટેશન પર બનેલા...
 ahmedabad   પોલીસ જવાને તત્કાળ  cpr આપી યુવકનો જીવ બચાવ્યો  જુઓvideo 
અમદાવાદ (ahmedabad) રેલવે સ્ટેશન નજીક યુવકની તબિયત અચાનક જ ખરાબ થઇ જતાં સ્થળ પર હાજર પોલીસ જવાન તેની મદદમાં આવ્યો હતો. આ પોલીસ જવાને તાત્કાલિક CPR આપી યુવકનો જીવ બચાવ્યો હતો.
યુવકને તાત્કાલિક CPR આપ્યો
અમદાવાદ રેલવે સ્ટેશન પર બનેલા આ બનાવની મળતી માહિતી મુજબ એક યુવકની તબિયત અચાનક ખરાબ થઇ જતાં તે બેભાન જેવી અવસ્થામાં આવી ગયો હતો જેથી તેના પરિવારજનોમાં ભારે ચિંતા થઇ ગઇ હતી. જો કે આ સમયે પોતાની ડયુટી બજાવી રહેલો એક પોલીસ જવાન તત્કાળ યુવકની મદદ આવ્યો હતો અને યુવકને તાત્કાલિક CPR આપ્યો હતો.પોલીસ જવાનની તાલિમ અને કૂનેહના કારણે એક યુવકનો જીવ બચી ગયો હતો.

Advertisement

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને પોલીસ જવાનની કામગિરી બિરદાવી હતી
આ બાબત અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને પોલીસ જવાનની કામગિરી બિરદાવી હતી. હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું કે પોલીસ જવાનોને સીપીઆર આપવાની તાલિમ અપાઇ હતી અને આજે આ તાલિમ લાઇફ સેવિંગ સાબિત થઇ છે. ઉલ્લેખનિય છે કે મુશ્કેલીના સમયમાં કોઇને તત્કાલિક સીપીઆરની જરુર પડે તો કેવી રીતે સીપીઆર અપાય તેની પોલીસ જવાનોને તાલિમ અપાઇ હતી. આ તાલિમ આજે કામમાં આવી હતી.
Tags :
Advertisement

.