Gandhinagar: જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા બાદ ગાંધીનગર કલેક્ટરે લીધો મોટો નિર્ણય
- રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નો ડ્રોન ઝોન જાહેર
- જિલ્લા કલેક્ટર દ્વારા નો ડ્રોન ઝોન અંગે જાહેરનામું પ્રસિદ્ધ
- કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં અપાયું એલર્ટ
કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જીલ્લા કલેક્ટર દ્વારા મેહુલ કે. દવે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પાટનગર સહિત વિસ્તારોમાં વીવીઆઈપી મુવમેન્ટને લઈ નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ દેશ વિરોધી તત્વો, આતંકી પ્રવૃતિઓ સંદર્ભે ડ્રોનનો ઉપયોગ જોતા નો ડ્રોન જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા. 28 એપ્રિલથી આ જાહેરનામું અમલી બનશે. વર્તમાન સ્થિતિને લઈ પોલીસ પણ રાજ્યભરમાં સતર્ક પર છે.
2 કિલોમીટરનો વિસ્તાર પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
કલેક્ટર દ્વારા જાહેર કરેલ જાહેરનામામાં જણાવ્યું છે કે, જુદા જુદા ઝોન વિસ્તારના તમામ દિશાઓમાં 2 કિલોમીટર વિસ્તારને ડ્રોન કેરેમા અને અનમેન એરીયલ વ્હીકલ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.
જાનમાલને નુકસાન કરે તેવી શક્યતાઓ
દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ડ્રોન દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાશે નહી અને આ પ્રકારની સંસાધનોથી આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેજ લોકોના જાનમાલને નુકસાન કરે તેવી શક્યતાઓ રહેલી છે.
હુકમ ક્યારથી અમલી
આ હુકમ તા. 28-04-2025 થી તા. 26-06-25 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.