Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા બાદ ગાંધીનગર કલેક્ટરે લીધો મોટો નિર્ણય

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં એલર્ટ અપાયું છે.
gandhinagar  જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા બાદ ગાંધીનગર કલેક્ટરે લીધો મોટો નિર્ણય
Advertisement
  • રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નો ડ્રોન ઝોન જાહેર
  • જિલ્લા કલેક્ટર દ્વારા નો ડ્રોન ઝોન અંગે જાહેરનામું પ્રસિદ્ધ
  • કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં અપાયું એલર્ટ

કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જીલ્લા કલેક્ટર દ્વારા મેહુલ કે. દવે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પાટનગર સહિત વિસ્તારોમાં વીવીઆઈપી મુવમેન્ટને લઈ નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ દેશ વિરોધી તત્વો, આતંકી પ્રવૃતિઓ સંદર્ભે ડ્રોનનો ઉપયોગ જોતા નો ડ્રોન જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા. 28 એપ્રિલથી આ જાહેરનામું અમલી બનશે. વર્તમાન સ્થિતિને લઈ પોલીસ પણ રાજ્યભરમાં સતર્ક પર છે.

Advertisement

2 કિલોમીટરનો વિસ્તાર પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

Advertisement

કલેક્ટર દ્વારા જાહેર કરેલ જાહેરનામામાં જણાવ્યું છે કે, જુદા જુદા ઝોન વિસ્તારના તમામ દિશાઓમાં 2 કિલોમીટર વિસ્તારને ડ્રોન કેરેમા અને અનમેન એરીયલ વ્હીકલ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.

જાનમાલને નુકસાન કરે તેવી શક્યતાઓ

દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ડ્રોન દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાશે નહી અને આ પ્રકારની સંસાધનોથી આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેજ લોકોના જાનમાલને નુકસાન કરે તેવી શક્યતાઓ રહેલી છે.

આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : આતંકી હુમલાને સંત સમાજે આકરા શબ્દોમાં વખોડ્યો, સૂર્યસાગરજી મહારાજ- એક આંસુ પાડશે અને બીજો આસુ લૂછશે

હુકમ ક્યારથી અમલી

આ હુકમ તા. 28-04-2025 થી તા. 26-06-25 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Bhavnagar: પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા પિતા-પુત્રના મૃતદેહને વતન લવાશે, જુઓ ભાવનગરના 20 સભ્યોનું લીસ્ટ

Tags :
Advertisement

Trending News

.

×