Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ONLINE GAME ના નામે ધર્માંતરણનો નવો ચોકનાર કિસ્સો સામે આવ્યો

ગાઝિયાબાદ વિસ્તારમાં ધર્મ પરિવર્તનની ચોંકાવનારી ઘટના સામે આવી છે કિશોરના પિતાએ અન્ય સમુદાયના મુંબઈ ખાતે રહેતા અન્ય એક યુવક પર ધર્માંતરણનો આરોપ મૂક્યો હતો.ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર છોકરાના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. કિશોરના પિતાએ કવિ...
online game ના નામે ધર્માંતરણનો નવો ચોકનાર કિસ્સો સામે આવ્યો
Advertisement

ગાઝિયાબાદ વિસ્તારમાં ધર્મ પરિવર્તનની ચોંકાવનારી ઘટના સામે આવી છે કિશોરના પિતાએ અન્ય સમુદાયના મુંબઈ ખાતે રહેતા અન્ય એક યુવક પર ધર્માંતરણનો આરોપ મૂક્યો હતો.ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર છોકરાના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. કિશોરના પિતાએ કવિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. જેમાં અન્ય સમુદાયના મુંબઈ નિવાસી અને અન્ય લોકો પર તેમના પુત્રનો ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

ધાર્મિક સ્થળે નમાજ પઢવા માટે જતો

Advertisement

પિતાનું કહેવું છે કે, તેમનો દીકરો જિમ જવાના નામે દિવસમાં પાંચ વખત ઘરેથી જતો હતો.પીછો કરતાં જાણવા મળ્યું કે તે નમાજ માટે જતો હતો. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજનગરમાં રહેતા એક વ્યક્તિનું કહેવું છે કે, તેનો સગીર પુત્ર થોડા દિવસોથી વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. તે દિવસમાં પાંચ વખત જીમમાં જવાના નામે ઘરની બહાર નીકળી જતો હતો અને કલાકો પછી પાછો આવતો હતો. મળતી માહિતી અનુસાર પૂછપરછ પરછ કરતા પુત્રએ કહ્યું કે ઇસ્લામ અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ છે,તેથી તેણે આ ધર્મ અપનાવ્યો છે. પીડિતાના પિતાનું કહેવું છે કે તેણે ગુપ્ત રીતે તેમના પુત્રના મોબાઈલ અને લેપટોપની તપાસ કરી તો તેમાંથી અન્ય સંપ્રદાયોની સામગ્રી મળી આવી હતી.આ ઉપરાંત અન્ય ધર્મોની વિરુદ્ધમાં  લખાણ પણ જોવા મળ્યું હતું.

Advertisement

ઓનલાઈન ગેમિંગમાં મુંબઈના એક યુવક સાથે

મળતી માહિતી અનુસાર પિતાના તપાસમાં જાણવા મળ્યું કે તેનો પુત્ર મુંબઈમાં રહેતા અન્ય ધર્મના યુવકો સાથે ઓનલાઈન ગેમિંગ દ્વારા પરિચયમાં આવ્યો હતો. લગભગ બે વર્ષ પહેલા તેના પુત્રને કોમ્પ્યુટરના પાર્ટ્સ વેચ્યા હતા.જેના બદલામાં પુત્રએ જુલાઈ 2021માં આ યુવકોને 20,000 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. પિતાનું કહેવું છે કે, ત્યારથી તેમનો પુત્ર તેમના પ્રભાવમાં છે. તે તેની સાથે કલાકો સુધી વાત કરે છે અને આ સિવાય બીજા ઘણા નંબર છે. જેનાથી તેનો પુત્ર સંપર્કમાં છે. પિતાનું કહેવું છે કે તેઓ પુત્રના ધર્મ પરિવર્તનથી ચિંતિત છે.

પિતાએ કવિનગર ફરફિયાદ નોંધાવી  હતી

પિતાએ સંજયનગર સેક્ટર-23 સ્થિત ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા લોકો પર કાવતરામાં સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. આરોપ છે કે, તેના પુત્રને એવી રીતે ફસાવી દેવામાં આવ્યો છે કે તે ઘર છોડીને અન્ય સમુદાયના ધાર્મિક સ્થળે જતા રહેવાની જીદ્દ કરી રહ્યો છે. પીડિતાના પિતાએ મંગળવારે પોલીસ કમિશનરને અરજી કરી કાર્યવાહી હાથ ધરી  છે.

Tags :
Advertisement

.

×