Surat: ભાઠેના મિલેનિયમ 2 માર્કેટમાં કપડાની દુકાનમાં ભીષણ આગ
સુરતમાં ભાઠેના મિલેનિયમ 2 માર્કેટમાં આગ
ચોથા માળની કપડાની દુકાનમાં આગ લાગી
ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ
ટર્ન ટેબલ લેડરની મદદથી કાબૂમાં લેવાના પ્રયાસ
8 ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
સુરતના ભાઠેના વિસ્તારમાં મિલેનિયમ 2 માર્કેટમાં આગની ઘટના બની છે. મળેલી જાણકારી મુજબ કપડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાલ ફાયર બ્રિગેડની 8 ગાડી સ્થળ પર પહોંચી છે અને આગ બુઝાવાની કોશિશ થઇ રહી છે.
કપડાની દુકાનમાં આગ
સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા મિલેનિયમ 2 માર્કેટમાં ચોથા માળે આવેલી કપડાની દુકાનમાં આગ લાગી છે.
ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આગના પગલે ધુમાડાના ગોટેગોટા છવાઇ ગયા હતા જેથી લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ટર્ન ટેબલ લેડરની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ
હાલ લાશ્કરો ટર્ન ટેબલ લેડરની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. આગના પગલે લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
આ પણ વાંચો---AHMEDABAD : ધોળકામાં ધનતેરસની પૂજા માટે બેન્કમાંથી લીધેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ