Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનની ખરાબ સ્થિતિને લઈને મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો દેશ છોડવા તૈયાર

જાણીતા પાકિસ્તાનની અર્થશાસ્ત્રી આતિફ મિયાંએ કહ્યું છે કે આવનારી આર્થિક કટોકટી, રાજકીય અસ્થિરતા, વધતી જતી ખાદ્ય મોંઘવારી અને વધતા આતંકવાદી હુમલાઓને કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ દેશ છોડવા માટે તૈયાર છે. પાકિસ્તાનમાં અહમદી સમુદાયના આતિફની પાંચ વર્ષ પહેલા નોકરી ગઈ હતી....
પાકિસ્તાનની ખરાબ સ્થિતિને લઈને મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો દેશ છોડવા તૈયાર

જાણીતા પાકિસ્તાનની અર્થશાસ્ત્રી આતિફ મિયાંએ કહ્યું છે કે આવનારી આર્થિક કટોકટી, રાજકીય અસ્થિરતા, વધતી જતી ખાદ્ય મોંઘવારી અને વધતા આતંકવાદી હુમલાઓને કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ દેશ છોડવા માટે તૈયાર છે. પાકિસ્તાનમાં અહમદી સમુદાયના આતિફની પાંચ વર્ષ પહેલા નોકરી ગઈ હતી.

Advertisement

તેમણે વોઈસ ઓફ અમેરિકા (VOA)માં દેશની સ્થિતિ પર એક લેખ લખ્યો છે. બગડતી આર્થિક સ્થિતિ પર કટાક્ષ કરતા અર્થશાસ્ત્રી આતિફ મિયાંએ લખ્યું, "પાકિસ્તાન એક એવી જગ્યા છે જ્યાં રોકાણકારો જવા માટે તૈયાર નથી, જ્યારે વિઝા Google Trends Pakistan પર સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દોમાંનો એક છે."તેમના મતે ભારત કે બાંગ્લાદેશમાં આટલી મોટી સંખ્યામાં શોધ જોવા મળતી નથી. આ દર્શાવે છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ દેશ છોડવા માટે તૈયાર છે. આતિફ મિયાંના મતે, રાજકારણીઓ હોય, અમલદારો હોય કે લશ્કરી સંસ્થાન, આજે સરકાર લોકોમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે.

ભારત પ્રવાસને દ્વિપક્ષીય સંદર્ભમાં જોતા નથી: બિલાવલ ભુટ્ટોપાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું છે કે ભારતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલની બેઠકમાં તેમની ભાગીદારી ચાર્ટર પ્રત્યે ઈસ્લામાબાદની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેને દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં ન જોવું જોઈએ.પાકિસ્તાને ભારતીય ચેનલોને બ્લોક કરવાની ચેતવણી આપી છેપાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (Pemra) એ શુક્રવારે દેશભરના સ્થાનિક કેબલ ટીવી ઓપરેટરોને ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તેઓ આદેશનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. PEMRAએ એમ પણ કહ્યું કે ભૂતકાળમાં ઘણા કેબલ ઓપરેટરોએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કર્યું ન હતું. પાકિસ્તાને ભૂતકાળમાં પણ ઘણી વખત ભારતીય ફિલ્મો અને ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

Advertisement

આ પણ વાંચો - ઈમરાનની પાર્ટીના ઈન્સ્ટાગ્રામ હેડનું અપહરણ, લશ્કરી સંસ્થાન પર લગાવ્યા આરોપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

અહેવાલ – રવિ પટેલ

Tags :
Advertisement

.