Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી, સામે આવ્યો ખતરનાક Video

Kedarnath Helicopter Emergency Landing : કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે હેલિપેડથી થોડા જ મીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત...
01:27 PM May 24, 2024 IST | Hardik Shah
Kedarnath Helicopter Emergency Landing

Kedarnath Helicopter Emergency Landing : કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે હેલિપેડથી થોડા જ મીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હેલિકોપ્ટરમાં 6 શ્રદ્ધાળુઓ સહિત કુલ 7 લોકો સવાર હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને બાબા કેદારનાથની કૃપા કહી રહ્યા છે.

આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને ભક્તોને ભગવાન કેદારનાથના દર્શન કરાવવામાં આવ્યા છે. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે 7 વાગ્યે બની હતી જ્યારે ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટરે ગુપ્તકાશી અને સોનપ્રયાગ વચ્ચેના શેરસી હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દરમિયાન ટેક્નિકલ ખામીની જાણકારી મળતા જ પાયલોટે કેદારનાથ હેલિપેડથી થોડા અંતરે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પાયલોટ કેપ્ટન કલ્પેશે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવારે જણાવ્યું કે, પાયલટની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીની જાણકારી મળ્યા બાદ પાયલોટે ધીરજ ગુમાવી ન હતી અને હેલિકોપ્ટરનું સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટના બાદ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મુસાફરોની મદદ કરી અને તેમને મંદિર સુધી લઈ ગયા. હેલિકોપ્ટરમાં તમિલનાડુના 6 ભક્તો શિવાજી, ઉલ્લુ બંકટ ચલમ, મહેશ્વરી, સુંદરા રાજ, સુમાથી, મયુર બાગવાની હતા.

આ પણ વાંચો - પુણે રોડ અકસ્માતમાં ટ્વીસ્ટ, આરોપીનો દાવો – ફેમિલી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો પોર્શ કાર

આ પણ વાંચો - Dombivli Boiler Blast : ફેક્ટરી બ્લાસ્ટમાં અત્યાર સુધી 9 લોકોના મોત, બોઈલર ફાટવાનો સામે આવ્યો Video

Tags :
Gujarat FirstKedarnathKedarnath DhamKedarnath Dham helicopterKedarnath HelicopterKedarnath helicopter accidentKedarnath Helicopter Emergency LandingKedarnath Helicopter NewsKedarnath NewsUttarakhand Helicopter
Next Article