ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Supreme: માત્ર આરોપી હોવાના આધાર પર કોઇનું ઘર...

બુલડોઝર કાર્યવાહીના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈની સામે આવી કાર્યવાહી ન થઈ શકે Supreme Court : બુલડોઝર કાર્યવાહીના મામલામાં આજે...
02:42 PM Sep 02, 2024 IST | Vipul Pandya
Supreme Court pc google

Supreme Court : બુલડોઝર કાર્યવાહીના મામલામાં આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈની સામે આવી કાર્યવાહી ન થઈ શકે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલો રજૂ કરી હતી. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આવુ નગરપાલિકાના કાયદા મુજબ જ આ કરી શકાય છે.

આ પણ વાંચો----5 કલાકની પૂછપરછ બાદ Amanatullah Khanની ધરપકડ

જો કોઈ દોષિત હોય તો પણ ઘર તોડી ન શકાય

સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે માત્ર આરોપી હોવાના કારણે ઘર કેવી રીતે તોડી શકાય? જો તે દોષિત હોય તો પણ ઘર તોડી શકાય નહીં. અમને વલણમાં કોઈ ફેરફાર દેખાતો નથી. આ અંગે તુષાર મહેતાએ કહ્યું કે અરજદારો કોર્ટ સમક્ષ ખોટી રીતે કેસ રજૂ કરી રહ્યા છે. નિયમોનું પાલન કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કોર્ટને કહ્યું કે આ કાર્યવાહી પહેલા ઘણા સમય પહેલા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ લોકો હાજર થયા ન હતા. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે કોઈએ ખામીઓનો ફાયદો ઉઠાવવો જોઈએ નહીં. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો બાંધકામ અનધિકૃત છે, તો આવા કિસ્સાઓમાં પણ તે કાયદા અનુસાર હોવું જોઈએ.

ટૂંક સમયમાં માર્ગદર્શિકા બનાવવામાં આવશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અંગે માર્ગદર્શિકા બનાવવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ અમે આ મામલે માર્ગદર્શિકા જારી કરીશું, જે આખા દેશમાં લાગુ થશે, આ સાથે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારો પાસેથી સૂચનો માંગ્યા છે. કોર્ટે કહ્યું કે તમામ પક્ષો તરફથી સૂચનો આવવા દો, અમે રાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શિકા જારી કરીશું. આ સાથે કેસની આગામી સુનાવણી માટે 17 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

ઉદયપુર કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું

તમને જણાવી દઈએ કે ઉદયપુરમાં છરાબાજીના આરોપી સગીર બાળકના પિતાના ઘર પર બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે પિતાનો પુત્ર જિદ્દી હોઈ શકે છે, પરંતુ જો તેના માટે તેનું ઘર તોડી પાડવામાં આવે તો આવું કરવાની રીત યોગ્ય નથી

આ પણ વાંચો----IC 814: પ્લેનને હાઇજેક કરનારા આતંકવાદીઓના હિંદુ નામ પર વિરોધ

Tags :
bulldozer actionGuidelinesProceedings of house breakingSupreme Court
Next Article