ઓલપાડ ખાતે હળપતિ સમાજનો સમૂહ લગ્ન યોજાયો,સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા
અહેવાલ -ઉદય જાદવ,સુરત
સુરતના ઓલપાડ ખાતે હળપતિ સમાજનો સમૂહ લગ્ન યોજાયો,યોજાયેલ સમૂહ લગ્નમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા,યોજાયેલ સમૂહ લગ્નમાં ૫૮ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં ત્યારે નવયુગલોને સી.આર.પાટિલે આર્શીવાદ પાઠવ્યા હતા.
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે સમૂહ લગ્ન યોજાયા,ઓલપાડ જીન ખાતે સમર્થ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હળપતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું ત્યારે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા,મંત્રી મુકેશ પટેલ દ્વારા ઓલપાડ ખાતે દર વર્ષે હળપતિ સમાજના ગરીબ યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ હળપતિ સમાજના ગરીબ યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સી.આર.પાટીલ સહિત રેલવે મંત્રી દર્શના જળદોશ,પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી,ધારા સભ્ય સંગીતા પાટીલ સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવદંપતીઓ આશીર્વાદ આપ્યા હતા,સી.આર.પાટિલે સંબોધન કર્યું હતું કે જે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી રીતે લગ્ન કરવાની ન હોય પરંતુ દેખા દેખીમાં દેવું કરી ને પણ પોતાની દીકરીના લગ્ન કરાવતા હોય છે ત્યારે આજે મંત્રી મુકેશ પટેલ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં દીકરીના લગ્નથી લઈને તેઓ માટે કન્યાદાન,વરઘોડો,સહિતની સગવડો આપવામાં આવે છે જે ખૂબ જ સરહનીય છે.
ઓલપાડ ખાતે છઠ્ઠા સમૂહ લગ્નનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું,ત્યારે યોજાયેલ સમૂહ લગ્નમાં ૫૮ જેટલા ગરીબ આદિવાસી યુગલોએ ભાગ લીધો હતો અને રિતી રિવાજ મુજબ લગ્ન કરી નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં,ત્યારે નવદંપતીઓને આશીર્વાદ આપવામાં માટે આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ગરીબ આદિવાસી પરિવાર દેવું કરી લગ્ન કરવા મજબૂર બને છે ત્યારે આવા સમયે ગરીબ પરિવારને મદદરૂપ થઈ સકાય તે માટે મુકેશ પટેલ દ્વારા દર વર્ષે હળપતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આજ રોજ છઠ્ઠો હળપતિ સમાજનો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં ગરીબ પરિવારના દીકરા અને દીકરીઓ એ ભાગ લીધો હતો,૫૮ જેટલા નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં ત્યારે આ ગરીબ પરિવાર માટે આ સમૂહ લગ્ન આશીર્વાદરૂપ સાબિત થયો હતો.
આ પણ વાંચો- તપાસ થાય તો વધુ એક પરીક્ષાનું કૌભાંડ બહાર આવી શકે છે