Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Baghpat : જય બજરંગબલી.. કપિરાજોના ટોળાએ સગીરાને દુષ્કર્મથી બચાવી....

ઉત્તર પ્રદેશના બાગપતમાં ચોંકાવનારો બનાવ વાંદરાના ટોળાએ બાળકીને દુષ્કર્મથી બચાવી આરોપીની ચુંગાલમાંથી બાળકી હેમખેમ બચી બાળકીના પરિવારે કહ્યું, બજરંગીએ મારી દિકરીને બચાવી Baghpat : ઉત્તર પ્રદેશના બાગપત (Baghpat)ના સિંઘાવલી આહિર પોલીસ સ્ટેશનના ડોલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી...
baghpat   જય બજરંગબલી   કપિરાજોના ટોળાએ સગીરાને દુષ્કર્મથી બચાવી
  • ઉત્તર પ્રદેશના બાગપતમાં ચોંકાવનારો બનાવ
  • વાંદરાના ટોળાએ બાળકીને દુષ્કર્મથી બચાવી
  • આરોપીની ચુંગાલમાંથી બાળકી હેમખેમ બચી
  • બાળકીના પરિવારે કહ્યું, બજરંગીએ મારી દિકરીને બચાવી

Baghpat : ઉત્તર પ્રદેશના બાગપત (Baghpat)ના સિંઘાવલી આહિર પોલીસ સ્ટેશનના ડોલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર વાંદરાઓના ટોળાએ તેમની 6 વર્ષની માસૂમ બાળકીને જાનવરના ચુંગાલમાંથી બચાવી હતી. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજ મુજબ આરોપી યુવક બાળકી સાથે મસ્જિદ ગલીમાં આવેલી મસ્જિદના દરવાજે પહોંચ્યો હતો. અહીં તેણે બાળકીને બહાર ઊભી રાખી અને અંદર ગયો અને પછી તરત જ બહાર આવીને બાળકીને નિર્જન જગ્યાએ લઈ ગયો અને તેના કપડાં ઉતાર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર બાળકી 6 વર્ષની છે.

Advertisement

જો કે કોઈ અપ્રિય ઘટના બને તે પહેલા જ વાંદરાઓના ટોળાએ આરોપી પર હુમલો કર્યો

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, જો કે કોઈ અપ્રિય ઘટના બને તે પહેલા જ વાંદરાઓના ટોળાએ આરોપી પર હુમલો કર્યો. વાંદરાઓએ હુમલો કર્યા બાદ આરોપી ભાગી ગયો હતો. અને બાળકી અનિચ્છનીય બનાવનો ભોગ બનતી બચી ગઇ હતી. ઘરે ગયા પછી છોકરીએ તેના પરિવારને આખી વાત કહી કે કેવી રીતે વાંદરાઓએ તેને આરોપીના ચુંગાલમાંથી બચાવી. સીસીટીવી ફૂટેજમાં પણ આરોપી યુવક બાળકીને લઈ જતો જોવા મળે છે.

આ પણ વાંચો---Uttarakhand : 4 વર્ષની માસૂમ બાળકી પર શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સામૂહિક દુષ્કર્મ

Advertisement

દૂધના પૈસા લેવાના બહાને બાળકીને ફસાવી હતી

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી યુવકે દૂધવાળા પાસેથી દૂધના પૈસા લેવાના બહાને બાળકીને ફસાવી હતી અને ફૂટેજમાં જે મકાનની અંદર તે પ્રવેશ્યો , પીડિતાના પરિવારે તેને મસ્જિદ ગણાવી હતી. પીડિત પરિવારનું કહેવું છે કે જો વાંદરાઓએ મદદ ન કરી હોત તો તેમની પુત્રી સાથે મોટો કાંડ થઇ ગયો હોત

પિતાએ વાંદરાઓને કહ્યું – બજરંગી

આંખોમાં આંસુ સાથે, છોકરીના પિતા વાંદરાઓને 'બજરંગી' કહીને આદર આપી રહ્યા છે. પિતાનું કહેવું છે કે બજરંગીએ તેમની દીકરીને બચાવી હતી. પિતાના કહેવા પ્રમાણે, આરોપીએ પીડિત છોકરીને ધમકી આપી હતી કે તે તેના પિતાને મારી નાખશે. તેણે કહ્યું કે જો વાંદરાઓએ હુમલો ન કર્યો હોત તો મારી દીકરી બચી ન હોત.

Advertisement

હજુ સુધી આરોપી યુવકની ઓળખ થઈ શકી નથી

જો કે હજુ સુધી આરોપી યુવકની ઓળખ થઈ શકી નથી. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો---Kolkata rape નો આરોપી સંજય કોર્ટ સમક્ષ કરગરવા.....

Tags :
Advertisement

.