Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના વેજલપુરમાં ફ્લેટ ધરાશાયી, ત્રણ લોકોને બહાર કઢાયા, મોટી જાનહાની ટળી

અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વેજલપૂરમાં સોનલ સિનેમા પાસે આવેલા યાશમીન  સોસાયટીમાં આવેલા ગોલ્ડ નામનો ફ્લેટ ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. બીજી બાજુ સ્થાનિક પોલીસ...
10:02 PM May 11, 2023 IST | Dhruv Parmar

અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વેજલપૂરમાં સોનલ સિનેમા પાસે આવેલા યાશમીન  સોસાયટીમાં આવેલા ગોલ્ડ નામનો ફ્લેટ ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. બીજી બાજુ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

 

જેમાં 2થી 3 લોકો ફસાયા હતા જેને ફાયર દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે. ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઈમારત ઘણાં સમયથી જર્જરિત હતી. અધિકારીઓ ઘણી વખત આવી ગયા છે પણ પરંતુ ધ્યાન આપવામાં નહોતું આવતું. જોકે આ બિલ્ડિંગમાં વધારે લોકો નહોતા.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/flat.mp4

છેલ્લા કેટલાય સમયથી આ ઇમારતમાં તીરાડો પડી હતી. જેના કારણે લોકોએ અહીથી સ્થળાંતર કર્યું હતું. લગભગ 40 થી 50 વર્ષ જૂની આ ઇમાંરત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર.. 

આ ઈમારત ઘણાં સમયથી ઈમારત જર્જરિત હતી. બે દિવસ પહેલા દિવાલ પડી હતી ત્યારે એ બાજુ રહેતા લોકોએ જગ્યા ખાલી કરી હતી. કોર્પોરેશનના કોઈ અધિકારી આવ્યા નહોતા. એકદમ ધુમાડા જેવું થઈ ગયું અને બુમાબુમ થઈ હતી. જોકે મોટી જાનહાનિ થઈ નથી.

જણાવી દઈએ કે હજુ ગઈકાલે જ અમદાવાદ બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી જે બાદ આજે વેજલપુરમાં આજે ફ્લેટ ધરાશયી થયો છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ, ફાયરની ટીમ, પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.

આ પણ વાંચો : જામનગર ખંભાળિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 3 ગંભીર રીતે ઘાયલ

Tags :
Ahmedabadflat collapsedGujaratVejalpur
Next Article