Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોસ્પિટલમાં લાગી આગ, અફરાતફરીનો સર્જાયો માહોલ, બાળકો સહિત તમામ 12 દર્દીઓ...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરૌતમાં દિલ્હી-સહારનપુર હાઈવે (Delhi-Saharanpur Highway) પર બનેલી આસ્થા હોસ્પિટલ (Astha Hospital) માં આગ લાગી હતી. આગ ઉપરના માળે લાગી હતી, જેના કારણે દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની 4 ગાડીઓએ સમયસર...
હોસ્પિટલમાં લાગી આગ  અફરાતફરીનો સર્જાયો માહોલ  બાળકો સહિત તમામ 12 દર્દીઓ

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરૌતમાં દિલ્હી-સહારનપુર હાઈવે (Delhi-Saharanpur Highway) પર બનેલી આસ્થા હોસ્પિટલ (Astha Hospital) માં આગ લાગી હતી. આગ ઉપરના માળે લાગી હતી, જેના કારણે દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની 4 ગાડીઓએ સમયસર આગને કાબૂમાં લીધી હતી. હોસ્પિટલ (Hospitalized) માં દાખલ બાળકો સહિત તમામ 12 દર્દીઓ (12 Patients) ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર અમરેન્દ્ર પ્રતાપ સિંહે અકસ્માતની પુષ્ટિ કરી છે.

Advertisement

સમગ્ર ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર અમરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની માહિતી મળતાં જ SDM અમરચંદ વર્મા, CO સવિરત્ન ગૌતમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ બાળકો સહિત અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે, જો કે તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયરની કુલ 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, આગને કાબૂમાં લેવામાં આવી છે. અંદર 12 દર્દીઓ હતા અને તે બધા બચી ગયા છે.

Advertisement

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે આસ્થા હોસ્પિટલના ઉપરના માળે અચાનક આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાં હાજર સિક્યોરિટી ગાર્ડે હોસ્પિટલના સંચાલક, પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો - Delhi ના મુંડકા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ, 26 ફાયર ટેન્કરો ઘટનાસ્થળે હાજર…

Advertisement

આ પણ વાંચો - Delhi : Fire Extinguisher નહીં, કોઈ ઇમરજન્સી ગેટ નહીં, ગેરકાયદેસર રીતે ચાલતી હતી બેબી કેર હોસ્પિટલ!

Tags :
Advertisement

.