Ahmedabad : શા માટે સ્પીડમાં ચલાવે છે ? કહેતા કારચાલકે વિદ્યાર્થીને જાહેરમાં ચપ્પાનાં ઘા ઝીંક્યા, થયું મોત
- Ahmedabad નાં બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની હત્યા
- પૂરઝડપે આવતા કારચાલકને ટકોર કરતા ચપ્પા વડે હુમલો કર્યો
- હુમલો કરી કારચાલક ફરાર, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત
અમદાવાદનાં (Ahmedabad) બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરતા કારચાલકે વિદ્યાર્થીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. MICA કોલેજમાં અભ્યાસ કરતા મૂળ ઉત્તરપ્રદેશનાં 23 વર્ષીય વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની સામાન્ય બાબતે હત્યા કરી કારચાલક ફરાર થઈ ગયો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સ્પીડમાં આવતા કારચલાકને ટકોર કરતા ચપ્પા વડે જીવલેણ હુમલો કર્યો!
પોલીસની (Ahmedabad Police) પ્રાથમિક તપાસ અનુસાર, રવિવારે રાત્રે 10 કલાકની આસપાસ બોપલ ફાયર સ્ટેશન (Bhopal fire station) નજીક બે બાઈક સવાર યુવાનો પસાર થઈ રહ્યા હતા. ત્યારે, એક મોંઘી કાર લઈને પૂરઝડપે પસાર થઈ રહેલી વ્યક્તિ એ પ્રિયાંશુ જૈન નામનાં યુવકને ચપ્પુનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. કારચાલક સ્પીડમાં જઈ રહ્યો હોવાથી બાઈક પર સવાર બંને યુવકોએ કાર ધીમે હંકારવા માટે ટકોર કરી હતી, જેથી કારચાલકે ગાડી રોકીને ઉતરી બંને યુવકો સાથે તકરાર કરી ઝઘડો કર્યો હતો. દરમિયાન, ઉશ્કેલાયેલા કારચાલકે પોતાનાં વાહનમાંથી ચપ્પુ કાઢીને યુવકને પાછળ પીઠનાં ભાગે ઘા માર્યા હતા. યુવક લોહીલુહાણ થતાં કારચાલક ત્યાંથી ફરાર થયો હતો.
આ પણ વાંચો -દિવાળી ગઈ, છતાં અમદાવાદ Police ના હજારો જવાનોનો મહિનાઓનો રજા પગાર ના આવ્યો
મૃતક અમદાવાદની MICA કોલેજનાં બીજા વર્ષનો વિદ્યાર્થી હતો
આ મામલે બાઈક પર મૃતક સાથે સવાર અને હત્યાની ઘટનાને પ્રત્યક્ષ રીતે જોનાર પૃથ્વીરાજ નામનાં યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં (Bopal Police) ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, બંને યુવક અમદાવાદની MICA કોલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મૃતક પ્રિયાંશુ જૈન મૂળ ઉત્તરપ્રદેશનાં (Uttar Pradesh) મેરઠનો રહેવાસી હતો. ગઇકાલે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજનાં કેમ્પસમાં કંપનીનું ઇન્ટવ્યૂ હોવાથી મિત્રનું બુલેટ લઇને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારૂતી ટેલરમાં સૂટ સીવડાવવા માટે ગયા હતા. બન્ને જણા સૂટનું માપ આપીને વકીલસાહેબ બ્રીજ (Vakilsaheb Bridge) પાસે નાસ્તો કરવા ઊભા રહ્યા હતા અને પરત પોતાની હોસ્ટેલ જઈ રહ્યાં હતાં. દરમિયાન, બોપલ ફાયર સ્ટેશન નજીક એક બેકરી પાસે બાઇક ઊભું રાખ્યુ હતું અને કેક લેવા માટે ગયા હતા. કેક લઇને બન્ને રૂમ પર બુલેટ લઇને જઇ રહ્યા હતા ત્યારે એક કારચાલક પૂરઝડપે તેમની પાસેથી પસાર થયો હતો.
આ પણ વાંચો -Sabarkantha : વિજયનગર પોલો પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બે આશાસ્પદ યુવકોના મોત
શા માટે સ્પીડમાં ચલાવે છે ? તેમ કહી ટકોર કરતા કારચાલક ઉશ્કેરાયો હતો
દરમિયાન, પ્રિયાંશુએ કારચાલકને શા માટે સ્પીડમાં ચલાવે છે ? તેમ ટકોર કરી હતી, જે વાતની અદાવત રાખીને કારચાલકે બંને યુવકોનો પીછો કર્યો હતો અને બંનેને રોકીને 'શું કહ્યું ?' તેમ કહી ઊગ્ર તકરાર કરી હતી. દરમિયાન, કારચાલકે પોતાનાં વાહનમાં રહેલ ચપ્પુ લાવીને પ્રિયાંશુ જૈન નામનાં વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. ચપ્પુનાં ઘા વાગતા જ પ્રિયાંશું જમીન પર ઢળી પડ્યો હતો. પોતાનાં મિત્રોને ચપ્પુ વાગ્યા બાદ પૃથ્વીરાજ પસાર થઈ રહેલ લોકોની મદદ માટે વિનંતી કરતો રહ્યો હતો પણ કોઈની મદદ મળી નહીં. જો કે, એક મહિલા પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા તેમની સાથે પોતાનો 7 વર્ષનું બાળક પણ હતું. આ બાળકે પોતાની માતાને ગાડી ઊભી રાખી મદદ કરવા માટે વિનંતી કરી, જેથી મહિલાએ ગાડી ઊભી રાખી ઇજાગ્રસ્ત થયેલ પ્રિયાંશુને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી. પરંતુ, સારવાર દરમિયાન પ્રિયાંશુંનું મોત નીપજ્યું હતું. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police) હત્યા કરનાર આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે સાથે જ આરોપીનો સ્કેચ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો - VADODARA : મહિલાએ 7 માં માળેથી પડતું મુકીને મોત વ્હાલુ કર્યું