Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Depression હવે બનશે વાવાઝોડું..ગુજરાત પર બેવડી આફત..

ગુજરાત પર બેવડી આફતની ચિંતા રાજ્ય પર મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ બનશે વાવાઝોડું જમીન પરનું ડીપ ડિપ્રેશન ફેરવાશે વાવાઝોડામાં હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું આપ્યું એલર્ટ છેલ્લા ચાર દિવસથી રાજ્ય પર ડીપ ડિપ્રેશનનો...
02:30 PM Aug 29, 2024 IST | Vipul Pandya
Cyclone

Depression : મધ્યપ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન (Depression) રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે ત્યારે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતને ઘમરોળનાર ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તીત થઇ રહ્યું છે. આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે તબાહી મચાવશે તે નક્કી છે.

છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ

ગત 25 ઓગષ્ટે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હતું અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ડીપ ડિપ્રેશન ધીમે ધીમે સરકીને ડીસા અને સાબરકાંઠા થઇને ગુજરાતમાં પ્રવેશ્યું હતું. આ ડીપ્રેશનના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ વરસવાનો શરુ થયો હતો.

આ પણ વાંચો---Dwarka: ચારેબાજુ પૂરના પાણી..બિમાર બાળકી 8 કલાક તરફડતી રહી...

સર્વત્ર જળબંબાકારની સ્થિતી

ડીપ્રેશનના કારણે સમગ્ર ગુજરાતમાં 5થી 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી. છેલ્લા 4 દિવસમાં લગભગ આખા ગુજરાતમાં ડીપ્રેશનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો જેથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વડોદરામાં તો વિશ્વામિત્રી નદીના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા અને આજે પણ વડોદરા શહેર પાણીમાં છે.

ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ વાવાઝોડું બનશે

બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ વાવાઝોડું બનશે.

જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઇ જશે

જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઇ જશે. વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે અને હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તબાહી મચાવશે તે નક્કી છે.

આ પણ વાંચો---Ambalal Patel: "30 તારીખ પછી વરસાદનું જોર ઘટશે પણ....."

 

Tags :
CycloneDeep DepressionDepressionGujaratMeteorological DepartmentMONSOON 2024stormWeather Alert
Next Article