Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાટનગરમાં એક દિવસના વરસાદે તંત્રની ખોલી પોલ, ઘ-4 અંડર પાસમાં ભરાયું પાણી, Video

રવિવારના દિવસે મેઘરાજાએ રાજ્યભરમાં ખૂબ જ તાંડવ મચાવ્યું હતું. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાણી-પાણી થઇ ગયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જોકે, વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગાંધીનગરમાં ઘ-4 અંડર પાસમાં...
09:56 AM Sep 18, 2023 IST | Hardik Shah

રવિવારના દિવસે મેઘરાજાએ રાજ્યભરમાં ખૂબ જ તાંડવ મચાવ્યું હતું. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાણી-પાણી થઇ ગયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જોકે, વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગાંધીનગરમાં ઘ-4 અંડર પાસમાં ભારે વરસાદના કારણે પાણી એ હદે ભરાઈ ગયું હતું કે ત્યાથી વાહનો નીકળી શકે તેમ નહોતું. રાત્રીના સમયે અંડર પાસમાંથી પાણી કાઢવા માટે તંત્રને ફાયર બ્રિગેડની ગાડીનો સહારો લેવો પડ્યો હતો.

ગાંધીનગરનું અંડર પાસ પાણી-પાણી થયું

ગુજરાતનું પાટનગર એટલે ગાંધીનગર, કે જેને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને રાજકારણીઓનું ઘર પણ કહેવાય છે ત્યા માત્ર એક દિવસના વરસાદ બાદ સ્થિતિ એવી થઇ કે વાહન ચાલકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ અસમર્થ જોવા મળ્યા હતા. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગર શહેરની આગવી ઓળખ બની ચૂકેલા ઘ-4 સર્કલના ફુવારા તોડી નાખી હલકી ગુણવત્તાનો અંડર બ્રીજ બનાવી દેવામાં આવ્યો હતો. જે એક વરસાદ બાદ જ પાણીથી ભરાઈ ગયો હતો. આ મુખ્ય રસ્તા છે જેના પરથી વરસાદ બાદ જવામાં વાહનો અસમર્થ હતા. સમજી શકાય છે કે, આ અંજર પાસ બંધ થવાથી લોકોને કેટલી તકલીફો પડી હશે.

તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું ?

દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં કાર ફસાયેલા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પાટનગરમાં તંત્ર દ્વારા આડે ધડ ખોદેલા ખાડામાં લોકોની ગાડીઓ ફસાઈ ગઈ હતી. લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નહોતા. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકો ટેક્સ ભરતાં હોવા છતાં પાલિકા અને વહીવટી તંત્રની નિષ્ફળતાનો ભોગ બનવું પડે છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/09/Gandhinagar_Rain.mp4

આ પણ વાંચો - સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં પુરની સ્થિતિ, કાંઠા વિસ્તારમાંથી અનેક લોકોને ખસેડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Gandhinagar Heavy RainGandhinagar Raingujarat raingujarat weatherheavy rainRainRain in Gandhinagar UnderbridgeRains
Next Article