Badlapur : "દાદા" એ અમારા પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કર્યો....બાળકીઓની આપવિતી..
- મહારાષ્ટ્રના થાણેના બદલાપુર સ્થિત એક કિન્ડરગાર્ટનમાં બે બાળકીઓની જાતીય સતામણીનો કિસ્સો
- બાળકીઓના કપડા કાઢીને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરાયો હતો
- પોલીસે 12 કલાક પછી FIR નોંધી
- આરોપી સ્કૂલમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો
Badlapur : કોલકાતા મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને તેની હત્યાનો બનાવ હજું તાજો જ છે ત્યાં મહારાષ્ટ્રના થાણેના બદલાપુર (Badlapur) સ્થિત એક કિન્ડરગાર્ટનમાં બે બાળકીઓની જાતીય સતામણીનો કિસ્સો હ્રદયસ્પર્શી અને હચમચાવી નાખનારો છે. આ કિસ્સામાં, એક બાળકીના પરિવાર દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદ દર્શાવે છે કે બાલમંદિરની છોકરીઓ સાથે કેવી રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે.
ઘટના 13 ઓગસ્ટના રોજ સવારે 9 થી 12 વાગ્યાની વચ્ચે બની
FIR અનુસાર, આ ઘટના 13 ઓગસ્ટના રોજ સવારે 9 થી 12 વાગ્યાની વચ્ચે બની હતી. એક બાળકીના પરિવારના સભ્યોને 13 ઓગસ્ટે જ શંકા ગઈ, જ્યારે તેઓએ અન્ય છોકરીઓના પરિવારના સભ્યો સાથે વાત કરી, જેમણે તેમને કહ્યું કે તેઓ પોલીસમાં જાતીય સતામણી અંગે ફરિયાદ કરવા જઈ રહ્યા છે.
કપડા કાઢીને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો
આ પછી બાળકીના પરિવારે તેને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાનું નક્કી કર્યું. એફઆઈઆર અનુસાર, મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે છોકરીનું હાઈમેન ફાટી ગયું હતું. ફરિયાદ મુજબ, બાળકી ડરી ગઈ હતી અને તેણે તેના પરિવારને કહ્યું હતું કે શાળાના દાદા (મોટા ભાઈને મહારાષ્ટ્રમાં દાદા કહે છે)એ તેના કપડા કાઢીને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો.
"Protesters demand accused be hanged before them": Maharashtra Minister on Badlapur sexual assault case
Read @ANI Story | https://t.co/1cxFL9I389 #Protesters #Badlapur #SexualAssault pic.twitter.com/ISFouZr2yp
— ANI Digital (@ani_digital) August 20, 2024
આ પણ વાંચો----Badlapur : સ્કૂલમાં છોકરીઓના યૌન શોષણ પર લોકો ગુસ્સે, ટ્રેન રોકી, સરકાર એક્શનમાં...
પોલીસે 12 કલાક પછી FIR નોંધી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારે 16 ઓગસ્ટે પોલીસને આ મામલાની જાણકારી આપી હતી. જો કે, તેણે આરોપ લગાવ્યો કે પોલીસે આ કેસમાં 12 કલાક પછી, લગભગ 9 વાગ્યાની આસપાસ FIR નોંધી. FIRમાં કહેવામાં આવ્યું છે કે આરોપી સ્કૂલમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો અને તેણે છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું.
આરોપીની ઓળખ
આરોપીની ઓળખ અક્ષય શિંદે તરીકે થઈ છે. POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) (12 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પર બળાત્કાર), 74 (નમ્રતા અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવાના હેતુથી હુમલો), 75 (જાતીય સતામણી સંબંધિત ગુનો) નોંધાયેલ છે. તેના પર કલમ 76 (વસ્ત્રો ઉતારવાના ઈરાદાથી અથવા ફોજદારી બળનો ઉપયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Badlapur sexual assault case: NHRC seeks detailed report; Maharashtra CM says case will be tried in fast-track court
Read @ANI Story | https://t.co/OBcxebs0K3#NHRC #Badlapur #SexualAssault #CMEknathShinde pic.twitter.com/9HGZ9PnisM
— ANI Digital (@ani_digital) August 20, 2024
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી, SIT કરશે તપાસ
આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું હતું કે બદલાપુરની શાળામાં બે વિદ્યાર્થીનીઓની યૌન શોષણના કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ મહાનિરીક્ષક આરતી સિંહના નેતૃત્વ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના અને કેસમાં સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિમણૂકની જાહેરાત કરી હતી
અક્ષય શિંદે શાળાના શૌચાલય સાફ કરતો
બદલાપુર પૂર્વની એક જાણીતી શાળામાં બે છોકરીઓની જાતીય સતામણીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. અક્ષય શિંદે નામના એક વ્યક્તિ કે જે શાળાના શૌચાલય સાફ કરતો હતો, તેના પર છોકરીઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, પીડિતોમાંથી એક ચાર વર્ષની અને બીજો છ વર્ષની છે. આ ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી. આરોપી અક્ષય શિંદેને 1 ઓગસ્ટ, 2024ના રોજ શાળામાં શૌચાલય સાફ કરવા કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવ્યો હતો. શાળાએ છોકરીઓના શૌચાલયની સફાઈ માટે કોઈ મહિલા સ્ટાફની નિમણૂક કરી ન હતી. જેનો લાભ લઈને આરોપીઓએ 12 અને 13 ઓગસ્ટના રોજ વર્ગ દરમિયાન બાળકો સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો---- મહારાષ્ટ્રના બદલાપુરમાં વિરોધ પ્રદર્શન થયું ઉગ્ર, 2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે લોકોમાં રોષ