Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : સામખીયાળીમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાના સામે ગુનો નોંધાયો

Kutch news: જૂનાગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જૂનાગઢ પોલીસે મૌલવી સલમાન અઝહરી ( Maulvi Salman Azhari)ને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ...
kutch   સામખીયાળીમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાના સામે ગુનો નોંધાયો

Kutch news: જૂનાગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જૂનાગઢ પોલીસે મૌલવી સલમાન અઝહરી ( Maulvi Salman Azhari)ને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ મૌલાના સામે ભડકાઉ ભાષણ આપવા બદલ કચ્છ (Kutch)ના સામખીયાળીમાં પણ ગુનો નોંધાયો છે.

Advertisement

વીડિયો વાયરલ

બીજી તરફ કચ્છમાં આયોજીત એક કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો હતો. જૂનાગઢ પહેલા તેણે કચ્છના સામખીયાળીના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. જેમાં પણ તે ધાર્મીક સ્થળોનો ઉલ્લેખ કરી ભડકાઉ ભાષણ આપતો નજરે પડે છે. આખરે ભડકાઉ ભાષણ મામલે તેની સામે કચ્છમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

સામખીયાળીમાં પણ ભડકાઉ ભાષણ આપ્યું હતું.

પૂર્વ કચ્છના એસ.પી.સાગર બાગમારે માહિતી આપી હતી કે ભડકાઉ ભાષણ મામલે મૌલવી સલમાન અઝહરી સામે કચ્છમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીના રોજ કચ્છના સામખીયાળીમાં પણ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયુ હતુ જેમાં મૌલાનાએ હાજરી આપી હતી અને ભડકાઉ ભાષણ આપ્યુ હતું. તેમણે કહ્યું કે વિડીયો સહિતના પુરાવા મેળવ્યા બાદ સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર તથા મૌલાના સામે ફરીયાદ નોંધાઇ છે. આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 153 બી , 505(2) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે.

Advertisement

કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાવે

તેમણે એમ પણ કહ્યું કે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાવે. હાલમાં મૌલાના જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે તે કાર્યવાહી પૂર્ણ થશે ત્યાર બાદ અહીથી કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

મૌલાનાને 1 દિવસના રિમાન્ડ મંજૂર

બીજી તરફ જૂનાગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જૂનાગઢ પોલીસે મૌલવી સલમાન અઝહરીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સલમાન અઝહરીનો ઈરાદો કોઈની સંપ્રદાયિક લાગણી દુભાય તે માટેનો નહોતો

કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું કે ટ્રાન્ઝીટ રિમાન્ડ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે હોય છે અને સોમવારના રોજ સાંજે જૂનાગઢ પોલીસને કબજો મળી ગયો હતો તેમ છતાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું કે કબજો હોવા છતાં એક દિવસ પોતાની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. કોર્ટમાં પ્રોડ્યુસ કરતા પૂર્વે 63 કલાક સુધી મૌલાનાની કસ્ટડી પોલીસ પાસે હતી તથા સોમવારના રોજ કબજો મેળવ્યા બાદ પણ 16 કલાકથી વધુનો સમય પૂછપરછ માટે મળ્યો હતો. મૌલાના સહિતનાઓની હાજરી તપાસ માટે જરૂરી નથી. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા youtube એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું, જે વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા છે તે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે બોલવામાં આવ્યા છે. જે યુદ્ધમાં 22,000 થી પણ વધુ મુસ્લિમોના કતલ એ આમ કરવામાં આવ્યા છે. મૌલાના સલમાન અઝહરીનો ઈરાદો કોઈપણ સમાજ માટે શબ્દ પ્રયોગ કરવાનો નહોતો અને કોઈની સંપ્રદાયિક લાગણી દુભાય તે માટેનો નહોતો. તેમણે કહ્યું કે આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓની જામીન અરજી પણ મૂકવામાં આવશે.

આ પણ વાંચો---મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક વિવાદિત વિડીયો થયો વાયરલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.