Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લો બોલો...BJP leaderની પત્ની પોલીસ કોન્સ્ટેબલ સાથે ભાગી ગઇ...

ઉત્તર પ્રદેશના ભદોહી શહેરમાં બીજેપી નેતાની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ તેનો પ્રેમી ઉત્તર પ્રદેશ પોલીસનો કોન્સ્ટેબલ મહિલા તેની સાથે 2 કરોડ રૂપિયાના દાગીના અને 4 લાખ રૂપિયાની રોકડ પણ લઈ ગઈ મહિલાને બે બાળકો પણ છે BJP...
લો બોલો   bjp leaderની પત્ની પોલીસ કોન્સ્ટેબલ સાથે ભાગી ગઇ
  • ઉત્તર પ્રદેશના ભદોહી શહેરમાં બીજેપી નેતાની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ
  • તેનો પ્રેમી ઉત્તર પ્રદેશ પોલીસનો કોન્સ્ટેબલ
  • મહિલા તેની સાથે 2 કરોડ રૂપિયાના દાગીના અને 4 લાખ રૂપિયાની રોકડ પણ લઈ ગઈ
  • મહિલાને બે બાળકો પણ છે

BJP leader's wife : એક ભાજપના નેતાની પત્ની તેના કરતા 15 વર્ષ મોટા એવા પોલીસ કોન્સ્ટેબલ પ્રેમી સાથે ભાગી ગઇ છે. આ કોન્સ્ટેબલ ભાજપના નેતાના ઘરમાં ભાડૂઆત તરીકે રહેતો હતો. ઉત્તર પ્રદેશના ભદોહી શહેરમાં બીજેપી નેતાની પત્ની (BJP leader's wife)તેના પ્રેમી સાથે ભાગી ગઈ. તેનો પ્રેમી ઉત્તર પ્રદેશ પોલીસનો કોન્સ્ટેબલ છે. મહિલાની ઉંમર 45 વર્ષની આસપાસ છે અને તેનો પ્રેમી 30 વર્ષનો છે. મહિલાને બે બાળકો પણ છે, જેમાંથી તે તેના 7 વર્ષના પુત્રને પોતાની સાથે લઈ ગઈ છે, પરંતુ તેણે તેની 20 વર્ષની પુત્રીને પતિ પાસે જ છોડી દીધી છે.

Advertisement

મહિલા તેની સાથે 2 કરોડ રૂપિયાના દાગીના અને 4 લાખ રૂપિયાની રોકડ પણ લઈ ગઈ

મહિલા તેની સાથે 2 કરોડ રૂપિયાના દાગીના અને 4 લાખ રૂપિયાની રોકડ પણ લઈ ગઈ છે. મહિલા પોતે ભાજપની નેતા છે અને ચૂંટણી પણ લડી ચૂકી છે. પીડિત ભાજપ નેતાની ફરિયાદના આધારે પોલીસે તેની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે, પરંતુ મહિલા કોન્સ્ટેબલના પ્રેમ જાળમાં કેવી રીતે ફસાઈ? પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી છે, જે ખુદ ભાજપના નેતાએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો---Bollywood ની આ ફિલ્મમાં અભિનેત્રીએ સૌથી વધુ અને લાંબા kissing scenes....

Advertisement

આરોપી કોન્સ્ટેબલ ભાડે રહેવા આવ્યો હતો

પોલીસને આપેલા નિવેદનમાં ગોપીગંજના રહેવાસી બીજેપી નેતાએ જણાવ્યું કે તેની પત્નીને કોન્સ્ટેબલે તેના પ્રેમની જાળમાં ફસાવી છે. કોન્સ્ટેબલના કહેવાથી પત્નીએ ભાગી જવાનું પગલું ભરી લીધું હતું અને ચોરીને પણ અંજામ આપ્યો હતો. દાગીના અને રોકડના લોભને લીધે, તે તેણીને નુકસાન પહોંચાડી શકે છે. લગભગ એક વર્ષ પહેલાની વાત છે, જ્યારે ગોંડાનો રહેવાસી વિનય તિવારી ઉર્ફે રાજ તિવારી ભાડા પર ઘર શોધતો તેના ઘરે આવ્યો હતો. તે પોલીસ છે, અમારી ઓળખાણ વધી જશે, એમ વિચારીને અમે તેને ભાડે રૂમ આપી દીધો, પણ ખબર ન હતી કે તે તેની પત્નીને ફસાવી દેશે. તેની પાસે તેની પત્નીની વાંધાજનક તસવીરો પણ હતી, તેણે કોઇ ડિમાન્ડ કરી હશે, જેના કારણે પત્નીએ આટલું મોટું પગલું ભર્યું. તે કદાચ તેણીને બ્લેકમેલ કરી રહ્યો છે.

પત્નીને પણ આબરુનું ધ્યાન રાખવા સમજાવ્યું હતું

બીજેપી નેતાએ કહ્યું કે તેણે આરોપી વિનયને તેની પત્ની સાથેના અફેરની જાણ થતાં જ તેને ઘરની બહાર કાઢી મુક્યો હતો. પત્નીને પણ આબરુનું ધ્યાન રાખવા સમજાવ્યું હતું, પરંતુ તે માનતી નહોતી. વિનયે બદલો લીધો છે, આ માટે તેણે તેની પત્નીને જાળમાં ફસાવી અને તેને રોકડ અને દાગીના સાથે તેની સાથે આવવા સમજાવી હશે. બંને 28 ઓગસ્ટથી ફરાર છે. અમારા સ્તરે બંનેની ઘણી જગ્યાએ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. પોલીસે તેની પત્ની અને પુત્રની શોધખોળ શરુ કરી છે.

Advertisement

આ પણ વાંચો---Pm Giorgia Meloni અને એલોન મસ્ક શું ડેટ કરી રહ્યા? જુઓ વીડિયો...

Tags :
Advertisement

.