Chinmay Krishna Dasને 1 મહિનો જેલમાં રહેવું પડશે
- ઈસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને એક મહિના સુધી જેલમાં રહેવું પડશે
- બાંગ્લાદેશની કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી એક મહિના સુધી મુલતવી રાખી
- કટ્ટરપંથીઓના ડરથી સુનાવણી માટે કોર્ટમાં કોઈ વકીલ હાજર ના થયો
Chinmay Krishna Das : બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા ઈસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ (Chinmay Krishna Das)ને એક મહિના સુધી જેલમાં રહેવું પડશે. બાંગ્લાદેશની કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી એક મહિના સુધી મુલતવી રાખી છે. વાસ્તવમાં, જામીન અરજી પર આજે મંગળવારે (3 ડિસેમ્બર 2024) સુનાવણી થવાની હતી, પરંતુ સુનાવણી માટે કોર્ટમાં કોઈ વકીલ હાજર થયો ન હતો.
વકીલ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો
અગાઉ, ઇસ્કોને દાવો કર્યો હતો કે ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરી રહેલા વકીલ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે ICUમાં છે. આ હુમલા બાદ વકીલોએ મંગળવારે જામીનની સુનાવણી દરમિયાન હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ ચિત્તાગોંગ કોર્ટે સુનાવણી સ્થગિત કરી દીધી હતી. કોર્ટે સુનાવણીની આગામી તારીખ 2 જાન્યુઆરી, 2025 નક્કી કરી છે.
આ પણ વાંચો----Bangladesh : ચિન્મય ક્રિષ્ણ દાસના વકીલ પર જીવલેણ હુમલો, હાલત ગંભીર
વકીલો પર ખોટો કેસ દાખલ કરવાનો આરોપ
બાંગ્લાદેશી દૈનિક ધ બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોટે આરોપ લગાવ્યો છે કે ચિન્મય કૃષ્ણ દાસની જામીન સુનાવણીમાં હાજરી આપવાથી રોકવા માટે લગભગ 70 હિન્દુ વકીલો સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સંગઠને કહ્યું છે કે ચિત્તાગોંગના કોતવાલી પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં વકીલો પર કેસ ચલાવવામાં આવી રહ્યો છે, જેથી તેઓ ચિન્મય દાસ માટે દલીલ ન કરી શકે.
ઈસ્કોન કોલકાતાના પ્રવક્તાએ હુમલા અંગે પોસ્ટ કરી હતી
સોમવારે (2 ડિસેમ્બર 2024), ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અને તેના પર નિર્દયતાથી હુમલો કર્યો, જેનાથી તે ICUમાં પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જો કે, બાંગ્લાદેશના ઘણા વકીલોએ આવી કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો છે.
આ પણ વાંચો---ISKCONની સલાહ, કટ્ટરપંથીઓથી બચવા હિન્દુઓ આટલું કરે...