Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Scam કરવામાં આ 22 વર્ષનો યુવક છે હર્ષદ મહેતાનો પણ બાપ

કુલ 4 કંપનીઓને છેતરપિંડી માટે તૈયાર કરી હતી Bishal Phukan અને તેના મેનેજરની ધરપકડ કરાઈ આ પ્રકારના લોકો વિરુદ્ધ ખાસ મુહિમ ચલાવવામાં આવશે 22-year-old Bishal Phukan : આસામના એક 22 વર્ષના યુવકે હર્ષદ મહેતાને પણ Scam કરવામાં પાછળ છોડી...
scam કરવામાં આ 22 વર્ષનો યુવક છે હર્ષદ મહેતાનો પણ બાપ
  • કુલ 4 કંપનીઓને છેતરપિંડી માટે તૈયાર કરી હતી

  • Bishal Phukan અને તેના મેનેજરની ધરપકડ કરાઈ

  • આ પ્રકારના લોકો વિરુદ્ધ ખાસ મુહિમ ચલાવવામાં આવશે

22-year-old Bishal Phukan : આસામના એક 22 વર્ષના યુવકે હર્ષદ મહેતાને પણ Scam કરવામાં પાછળ છોડી મુક્યા છે. આ યુવકે કુલ 2200 કરોડ રૂપિયાનો Scam કર્યો છે. જોકે આ યુવક સોશિયલ મીડિયા ઉપરાંત સામાજિક ધોરણે પણ ખુબ અદ્યાધુનિક જીવન જીવતો હતો. તે ઉપરાંત દુનિયાની ખર્ચાળ વસ્તુઓનો સંગ્રહ પણ કરતો કરતો. આ તમામ ગતિવિધિઓ સોશિયલ જોવા મળી હતી. ત્યારે તાજેતરમાં તેને લઈને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.

Advertisement

કુલ 4 કંપનીઓને છેતરપિંડી માટે તૈયાર કરી હતી

આ યુવકનું નામ Bishal Phukan છે. તે આસામના ડિબ્રુગઢનો રહેવાસી છે. તેણે આસામ અને અરુણાચલ પ્રદેશના રોકાણકારોને 60 દિવસમાં 30% નફો કરી આપવાના બહાને, કુલ 2,200 કરોડ રૂપિયાનો Scam કર્યો છે. ત્યારે Bishal Phukan એ કુલ 4 કંપનીઓને છેતરપિંડી માટે તૈયાર કરી હતી. આ 4 કંપનીઓ ફાર્માસ્યૂટિકલ્સ, પ્રોડક્શન અને બાંધકામ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલી હતી. તેવું જાહેર કરવામાં આવ્યું હતું. તેમાંથી પ્રોડક્શનની કંપની ફિલ્મ ઉદ્યોગમાં અનેક લોકો સાથે સંકળાયેલી પણ હતી. ત્યારે ગુવાહાટીમાં Bishal Phukan એ આ 4 કંપનીઓના માધ્યમથી Scam ને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: ANI news agency ભ્રામક માહિતી ફેલાતી સંસ્થા છે: ANI Wikipedia page

Advertisement

Bishal Phukan અને તેના મેનેજરની ધરપકડ કરાઈ

જ્યારે DB Stock Broking Company ના માલિક દીપાંકર બર્મન લાપતા થયા હતાં, ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. ત્યારે દીપાંકર બર્મનની શોધ માટે તપાસ કરતા સમયે ધીમે-ધીમે Bishal Phukan નું સામે આવ્યું હતું. ત્યારે Bishal Phukan એ ફેસબુક પણ જણાવ્યું કે, તેણે તમામ રોકાણકારોના પૈસા પાછા આપી દીધા છે. તે ઉપરાંત બાકીના રોકાણકારોને આશ્વાસન આપ્યું છે કે, તેમના પૈસા સુરક્ષિત છે. અને વહેલી તકે તમને પાછા આપી દેવામાં આવશે. તેમ છતાં 2 ડિસેમ્બરની રાત્રે પોલીસે Bishal Phukan ના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતાં.

Advertisement

આ પ્રકારના લોકો વિરુદ્ધ ખાસ મુહિમ ચલાવવામાં આવશે

ત્યારબાદ Bishal Phukan અને તેના મેનેજરની રાતોરાત ધરપકડ કરવામાં આવી હતી. તો Bishal Phukan અને તેના મેનેજર વિરુદ્ધ અનેક રોકાણ સંબંધિત ગુનાઓ દાખલ કરાવમાં આવ્યા છે. તો બીજી તરફ આસામના મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે, આ પ્રકારે સોશિયલ મીડિયા પર આવતી જાહેરાત અને અજાણ્યા લોકો સાથે શેરબજારનો કારોબાર શરું ના કરવો જોઈએ. આ પ્રકારના લોકો જાહેર નાગરિકોને ગેરમાર્ગે દોરીને તેમની સાથે છેતરપિંડી કરે છે. આ પ્રકારના લોકો વિરુદ્ધ ખાસ મુહિમ ચલાવવામાં આવશે.

આ પણ વાંચો: પાકિસ્તાનની એ યુવતી જે પહેલા બની NUN, પછી B-Grade Film માં...

Tags :
Advertisement

.