ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Narmada : નર્મદા નદીમાં ડૂબી ગયેલા 7 લોકોની હજું પણ શોધખોળ

Narmada : રાજપીપળા પાસેના પોઇચાની નર્મદા (Narmada ) નદીમાં ડૂબી ગયેલા 7 લોકોની હજું પણ કોઇ ભાળ મળી નથી. ગઇ કાલે બપોરે બનેલી આ દુર્ઘટના બાદ તરવૈયાઓ દ્વારા સતત શોધખોળ થઇ રહી છે પણ હજી સુધી કોઇ પતો મળ્યો નથી....
08:02 AM May 15, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
poicha tragedy

Narmada : રાજપીપળા પાસેના પોઇચાની નર્મદા (Narmada ) નદીમાં ડૂબી ગયેલા 7 લોકોની હજું પણ કોઇ ભાળ મળી નથી. ગઇ કાલે બપોરે બનેલી આ દુર્ઘટના બાદ તરવૈયાઓ દ્વારા સતત શોધખોળ થઇ રહી છે પણ હજી સુધી કોઇ પતો મળ્યો નથી. વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ શોધખોળમાં જોતરાઇ છે. ડીપ ડ્રાઇવસ તેમજ અંડર વોટર કેમેરાથી શોધખોળ કરાઈ રહી છે.

નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબી ગયા હતા

ઉલ્લેખનિય છે કે મંગળવારે મળેલી માહિતી મુજબ રાજપીપળા પાસેના પોઈચામાં નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબી ગયા હતા. આ તમામ લોકો મુળ અમરેલીના પણ હાલ સુરત રહેતા હતા અને પોઇચા ફરવા માટે આવ્યા હતા. બચાવો બચાવોની બૂમો પડતાં સ્થાનિક તરવૈયાઓ પાણીમાં કુદ્યા હતા અને 1 વ્યક્તિને બચાવી લીધો હતો. ત્યાર બાદ ફાયર બ્રિગેડ દ્વારા તમામની શોધખોળ શરુ કરાઇ હતી.

NDRF ની 25 જવાનોની ટીમ દ્વારા શોધખોળ

દરમિાન ગઇ સાંજથી વડોદરાથી NDRF ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરુ કરી હતી પણ આજે સવાર સુધી કોઇ પતો મળી શક્યો નથી. NDRF ની 25 જવાનોની ટીમ ડીપ ડ્રાઇવસ તેમજ અંડર વોટર કેમેરાથી શોધખોળ કરી રહી છે પણ સફળતા મળી શકી નથી. પાણીનો પ્રવાહ ભારે હોવાથી શોધખોળમાં મુશ્કેલી આવી રહી છે.
કરાઈ રહી છે શોધ

નર્મદા નદીમાં ગરકાવ થયેલ હતભાગી

આ પણ વાંચો----- Rajpipla : પોઇચાની નર્મદા નદીમાં 7 લોકો ડૂબતાં હાહાકાર…

આ પણ વાંચો---- Ahmedabad : ‘રક્ષક બન્યો ભક્ષક’ ! રાજસ્થાનથી ફરવા આવેલી યુવતી સાથે હોટેલમાં હોમગાર્ડે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો---- Vadodara: અમે કોઈ કાયદાને માનતા નથી, જાહેર રસ્તામાં જન્મ દિવસ ઉજવી બુટલેગરોની આતશબાજી

Tags :
Deep DriversGujaratGujarat FirstNarmada search operationNDRFTragedyUnderwater CamerasVadodara