Delhi : બેબી કેર સેન્ટરમાં ભયાનક આગમાં 7 બાળકોના મોત..
Delhi : રાજકોટમાં ગેમઝોનમાં ભયાનક આગમાં 32 ના મોત થયા બાદ શનિવારે રાત્રે પૂર્વ દિલ્હી (Delhi) ના વિવેક વિહારમાં પણ બેબી કેર સેન્ટરમાં ભયાનક આગ લાગી હતી જેમાં 7 માસૂમ બાળકોના મોત થયા હતા. મોડી રાત્રે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે, એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.
ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે તેને આઈટીઆઈ, બ્લોક બી, વિવેક વિહાર વિસ્તાર પાસેના બેબી કેર સેન્ટરમાં રાત્રે 11.32 કલાકે આગ લાગી હોવાની માહિતી મળી હતી. ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
રાજકોટ પછી બની આ ઘટના
અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુજરાતના રાજકોટ શહેરમાં ભીડભાડવાળા ગેમિંગ ઝોનમાં મોટા પાયે આગ ફાટી નીકળી હતી જેમાં 32 લોકોના મોત થયા હતા. આ ઘટનાના થોડા કલાકો પછી જ દિલ્હીમાં પણ આવી જ ઘટના બની હતી.
120 યાર્ડની બિલ્ડિંગમાં બેબી કેર સેન્ટર
દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બેબી કેર સેન્ટર 120 યાર્ડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું હતું. પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને 5 હજુ પણ દાખલ છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
સેન્ટરની અંદર ઓક્સિજન સિલિન્ડરો પડ્યા હતા
બેબી કેર સેન્ટરની બાજુમાં એક બિલ્ડિંગ હતું, તે પણ આગની લપેટમાં આવી ગયું હતું પરંતુ સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બેબી કેર સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પડેલા છે.
આગમાં કેટલાક ઓક્સિજન સિલિન્ડર પણ ફાટ્યા
આગમાં કેટલાક ઓક્સિજન સિલિન્ડર પણ ફાટ્યા હતા, જે સ્થળ પર દેખાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આ પણ વાંચો----- Rajkot Game Zone Tragedy : સુરત, રાજકોટ સહિત રાજ્યની તે મોટી દુર્ઘટનાઓ જેમાં નિર્દોશ લોકોએ ગુમાવ્યો જીવ
આ પણ વાંચો--- Rajkot GameZone Tragedy: રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ! ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા, કહ્યું – જવાબદારો સામે..
આ પણ વાંચો--- 31 પરિવારજનોના ચિરાગ ક્યાં ગયા, આગમાં હોમાયા કે જમીન ગળી ગઈ?