Surat: સુરતમાં 6 માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 7 વર્ષ પહેલાં બની હતી આ ઇમારત
Surat Building Collapsed: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે સુરત (Surat)ના સચિન વિસ્તારમાં એક ઈમારતની ધરાશાયી (Building Collapsed) થવાની ઘટના બની છે. નોંધનીય છે કે, બીએમ નગર સોસાયટીમાં 6 માળની ઈમારત ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ છે. તમને જણાવી દઈએ કે, બિલ્ડિગ સાત વર્ષ પહેલા જ બની હોવાનું સામે આવ્યું છું. જો કો, આ બિલ્ડિંગ કઈ રીતે પડી તેની હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઇમારત ધરાશાયી થતા 15 લોકો ઈજાગ્રસ્ત
તમને જણાવી દઈએ કે, 6 માળની ઇમારત ધરાશાયી Building Collapsed થઈ તેમાં કેટલાક મજૂરો હાલ દટાયા હોવાનું અનુમાન થઈ રહ્યું છે. પરંતુ કેટલા મજૂર દટાયા તેને કોઈ આંકડો સામે આવ્યો નથી. જો કે, કેટલીક વિગતો સામે આવી તેના પ્રમાણે વાત કરવામાં આવે તો, સચિન વિસ્તારમાં ઈમારત ધરાસાયીની થવાની ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. તે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
છ માળની ઇમારત જમીન દોસ્ત થતા લોકોમાં ગભરાહટ
ઉલ્લેખનીય છે કે, સુરત (Surat)ના સચિન વિસ્તારમાં આવેલ પાલી ગામમાં બીએમ નગર સોસાયટીમાં છ માળની ઇમારત જમીન દોસ્ત થતા લોકોમાં ગભરાહટ છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં મૃત્યુનો કોઈ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
7 વર્ષ પહેલા બનેલી બિલ્ડીંગ કેવી રીતે ધરાશાયી થઈ?
ચોંકાવનારી બાબતે એ છે કે, બિલ્ડીંગ સાત વર્ષ પહેલા જ બની હોવાનું સામે આવ્યું છે. આખરે 7 વર્ષ પહેલા બનેલી બિલ્ડીંગ કેવી રીતે ધરાશાયી થઈ? શું બિલ્ડીંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હશે? જોકે, કામમાં ગેરરીતિ થઈ હોય તેવું તો ચોક્કસપણે લાગી રહ્યું છે. બની શકે છે કે, બિલ્ડીંગ બનાવવામાં હલકી કક્ષનું મટેરીયલ વપરાયું હશે.