Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navsari: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબ્યા! ત્રણનો આબાદ બચાવ, માતા અને બે પુત્રો સહિત 4 લાપતા

Navsari: નવસારીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે નવસારીના દાંડી દરિયામાં 7 લોકો ડૂબ્યા છે. આ સમાચાર સામે આવતાની સાથે જ દરિયા કિનારે લોકો ઉમટી પડ્યું હતુ. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દાંડી દરિયામાં ડૂબેલા તમામ લોકો...
05:43 PM May 12, 2024 IST | VIMAL PRAJAPATI
Navsari Dandi sea

Navsari: નવસારીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે નવસારીના દાંડી દરિયામાં 7 લોકો ડૂબ્યા છે. આ સમાચાર સામે આવતાની સાથે જ દરિયા કિનારે લોકો ઉમટી પડ્યું હતુ. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દાંડી દરિયામાં ડૂબેલા તમામ લોકો નવસારીના ખડસુપા ગામના રહેવાસીઓ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સારા સમાચાર એ છે કે, 7 લોકો ડૂબ્યા અને તે લોકોએ બચાવ માટે બૂમાબૂમ કરતા 3 ને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે, હજી ચાર લોકો લાપતા છે. સ્થાનિક તરવૈયા, હોમ ગાર્ડ અને પોલીસે લાપતા લોકોની શોધખોળ હાથ ધરી દીધી છે. વિપુલભાઈ ઈશ્વરભાઈ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ વ્યકિતને બચાવી લેવાયા હતા.

તમામ લોકો નવસારીના ખડસુપા ગામના રહેવાસીઓ હતા

નોંધનીય છે કે, લાપતા લોકોને શોધવા માટે તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. આ ઘટનામાં 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે પરંતુ 4 લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. જેથી સ્થાનિક તરવૈયા, હોમ ગાર્ડ અને પોલીસે તેમની શોધખોળ હાથ ધરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ લોકો કઈ રીતે ડૂબ્યા તેનું કારણ હજી અકબંધ છે. પરંતુ આ ઘટનાને લઈને દરિયા કિનારે લોકોના ટોળા જામી ગયા છે. હજી પણ લોકો આશ લગાવીને બેઠા છે 4 લોકોને શોધી લેવામાં આવે. જોકે, તંત્ર દ્વારા તેની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.

ડૂબી જનાર 4 લોકોના નામ
દક્ષયુવરાજ
દુર્ગાશુશીલા

7 લોકો ડૂબ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી

તમને જણાવી દઇએ કે, આ લોકો કઈ રીતે ડુબ્યા તેના વિશે કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. પરંતુ 2 પરિવારના 7 લોકો ડુબ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અને એવી પણ પ્રાથમિક વિગતો સામે આવી છે કે, દાંડી દરિયામાં ડૂબેલા તમામ લોકો નવસારીના ખડસુપા ગામના રહેવાસીઓ છે. જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 લોકોની હજી પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: NEET Exam Scam: જય જલારામ સ્કૂલના ચેરમેને NEET કાંડ મામલે કર્યો વધુ એક ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: Dilip Sanghani: પોતાના જન્મ દિવસ પર અમરેલીમાં દિલીપ સંઘાણીનું નિવેદન

આ પણ વાંચો: Amreli BJP માં ‘Thank You’ પર બબાલ! પત્ર થકી ભરત સુતરિયાનો નારણ કાછડીયાને સણસણતો જવાબ

Tags :
Dandi seaDandi sea NewsDandi sea UpdateNavsariNavsari Dandi seaNavsari latest NewsNavsari NewsVimal Prajapati
Next Article