Navsari: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબ્યા! ત્રણનો આબાદ બચાવ, માતા અને બે પુત્રો સહિત 4 લાપતા
Navsari: નવસારીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે નવસારીના દાંડી દરિયામાં 7 લોકો ડૂબ્યા છે. આ સમાચાર સામે આવતાની સાથે જ દરિયા કિનારે લોકો ઉમટી પડ્યું હતુ. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દાંડી દરિયામાં ડૂબેલા તમામ લોકો નવસારીના ખડસુપા ગામના રહેવાસીઓ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સારા સમાચાર એ છે કે, 7 લોકો ડૂબ્યા અને તે લોકોએ બચાવ માટે બૂમાબૂમ કરતા 3 ને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે, હજી ચાર લોકો લાપતા છે. સ્થાનિક તરવૈયા, હોમ ગાર્ડ અને પોલીસે લાપતા લોકોની શોધખોળ હાથ ધરી દીધી છે. વિપુલભાઈ ઈશ્વરભાઈ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ વ્યકિતને બચાવી લેવાયા હતા.
તમામ લોકો નવસારીના ખડસુપા ગામના રહેવાસીઓ હતા
નોંધનીય છે કે, લાપતા લોકોને શોધવા માટે તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. આ ઘટનામાં 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે પરંતુ 4 લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. જેથી સ્થાનિક તરવૈયા, હોમ ગાર્ડ અને પોલીસે તેમની શોધખોળ હાથ ધરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ લોકો કઈ રીતે ડૂબ્યા તેનું કારણ હજી અકબંધ છે. પરંતુ આ ઘટનાને લઈને દરિયા કિનારે લોકોના ટોળા જામી ગયા છે. હજી પણ લોકો આશ લગાવીને બેઠા છે 4 લોકોને શોધી લેવામાં આવે. જોકે, તંત્ર દ્વારા તેની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.
ડૂબી જનાર 4 લોકોના નામ | |
દક્ષ | યુવરાજ |
દુર્ગા | શુશીલા |
7 લોકો ડૂબ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી
તમને જણાવી દઇએ કે, આ લોકો કઈ રીતે ડુબ્યા તેના વિશે કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. પરંતુ 2 પરિવારના 7 લોકો ડુબ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અને એવી પણ પ્રાથમિક વિગતો સામે આવી છે કે, દાંડી દરિયામાં ડૂબેલા તમામ લોકો નવસારીના ખડસુપા ગામના રહેવાસીઓ છે. જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 લોકોની હજી પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.