Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં ટ્રેન પાટા પરથી ઉતરી, દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં ટ્રેન પાટા પરથી ઉતરી, બચાવ કામગીરી ચાલી રહી છે આંધ્રપ્રદેશથી ટ્રેન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.રેલ્વેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરેલા કોચની...
આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં ટ્રેન પાટા પરથી ઉતરી  દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં ટ્રેન પાટા પરથી ઉતરી, બચાવ કામગીરી ચાલી રહી છે

Advertisement

આંધ્રપ્રદેશથી ટ્રેન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.રેલ્વેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરેલા કોચની સંખ્યા હજુ જાણી શકાઈ નથી. રેસ્ક્યુ ઓપરેશન જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.

Image

Advertisement

આ ટ્રેન દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.ગંભીર રીતે ઘાયલ 18 મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Advertisement

મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિશાખાપટ્ટનમ અને વિજિયાનગરમની નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાના આદેશો જારી કર્યા છે. ઘાયલોને સારી સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.

PM મોદીએ ટ્વીટ કર્યું, તેમણે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને અલામંદા અને કંટકાપલ્લે સેક્શન વચ્ચે દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના પગલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આકી રહી છે.PM મોદીએ સંવેદના વ્યક્ત કરી શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી.

Image

મુખ્યમંત્રીએ રેલવે, આરોગ્ય, પોલીસ અને મહેસૂલ સહિતના અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરીને તાત્કાલિક રાહત પગલાં લેવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તેની ખાતરી કરવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો - Jammu-Kashmir : શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ અધિકારીને ગોળી વાગતા ઘાયલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.