Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Police : શહેરના 6 ગેમઝોન પોલીસની મંજૂરી વગર જ ધમધમતા હતા

Ahmedabad Police : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી પોલીસે સમગ્ર રાજ્યમાં ગેમઝોન પર તપાસ શુ કરી છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પણ હવે ઉંઘમાંથી જાગી છે અને પોલીસની 3 ટીમો બનાવીને તપાસ કરતાં શહેરના 6 ગેમઝોન પાસે પોલીસની...
ahmedabad police   શહેરના 6 ગેમઝોન પોલીસની મંજૂરી વગર જ ધમધમતા હતા

Ahmedabad Police : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી પોલીસે સમગ્ર રાજ્યમાં ગેમઝોન પર તપાસ શુ કરી છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પણ હવે ઉંઘમાંથી જાગી છે અને પોલીસની 3 ટીમો બનાવીને તપાસ કરતાં શહેરના 6 ગેમઝોન પાસે પોલીસની મંજૂરી ના હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

Advertisement

કડક કાર્યવાહી કરવાની પણ સૂચના

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેર પોલીસ સફાળી જાગી છે. પોલીસે 3 ટીમો બનાવીને તપાસ કરતાં શહેરના 6 ગેમઝોન પાસે પોલીસ પરમિશનના હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે તપાસના રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમણે આ મામલે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે.

જ્યાં ખામી કે ચૂક હશે ત્યાં કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી દર્શાવી

પોલીસ કમિશનરે કહ્યું કે જે સ્થળો પર ખામીઓ જણાશે ત્યાં કડક કાર્યવાહી કરાશે. અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ આ માટે સાથે મળીને કામ કરશે જ્યાં ખામી કે ચૂક હશે ત્યાં કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી દર્શાવી હતી. જ્યાં સેફ્ટીનો અભાવ છે ત્યાં ગેમઝોન બંધ કરી દેવાયા છે અને તે સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

Advertisement

અમદાવાદમાં અત્યાર સુધી 3 ગેમઝોન સીલ કરવામાં આવ્યા

ઉલ્લેખનિય છે કે ગોતા વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પર આવેલ ફનગ્રીટો ગેમઝોનમાં એએમસીની ટીમે ગઇ કાલે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં બાંધકામ બાદ BU પરમિશન મેળવવાની જરૂર હોવા છતાં BU પરમિશન લીધા વગર જ આ ગેમઝોન ધમધમતું હતું તેવી જાણ થઈ હતી. આથી, એએમસીની ટીમે કાર્યવાહી કરી ફનગ્રીટો ગેમઝોનને સીલ કરી દીધું છે. માહિતી મુજબ, અમદાવાદમાં અત્યાર સુધી 3 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો----- PORBANDAR : કલેક્ટર કચેરીમાં પણ ફાયર સેફ્ટી ઉપકરણોનો અભાવ

Advertisement

આ પણ વાંચો----- Vadodara: શું હજી પણ અગ્નિકાંડની રાહ જોવાય છે? સયાજી હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી

Tags :
Advertisement

.