Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબના લુધિયાણામાં ગેસ લીકેજથી 11ના મોત, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

પંજાબના લુધિયાણામાં રવિવારે એક ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે 11લોકોના મોત થયા છે. ગ્યારસપુરા ફેક્ટરીમાં સવારે 7:15 કલાકે આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ...
પંજાબના લુધિયાણામાં ગેસ લીકેજથી 11ના મોત  ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

પંજાબના લુધિયાણામાં રવિવારે એક ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે 11લોકોના મોત થયા છે. ગ્યારસપુરા ફેક્ટરીમાં સવારે 7:15 કલાકે આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. લુધિયાણાના SDM સ્વાતિએ જણાવ્યું કે ગેસ લીક થયા બાદ 11 લોકો બેભાન થઈ ગયા.

Advertisement

શું કહ્યું લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ ?

લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ કહ્યું કે, આ માત્ર ગેસ લીક ​​થવાની વાત છે. NDRFની ટીમ અહીં પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિકલ ટીમ તેની તપાસ બાદ ગેસ લીકના સ્ત્રોતનો ખુલાસો કરશે.

Advertisement

હાલમાં લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.  પોલીસના જણાવ્યા અનુસાર ગોયલ કિરાણા નામની દુકાનમાંથી ગેસ લીક ​​થયો હતો. ગેસ વિશે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સ્થળ પર પહોંચી ગયા છે ગેસ શું છે, તે પણ નિષ્ણાતોની ટીમ દ્વારા જાહેર કરવામાં આવશે.

Advertisement

ઘટનાની વિગતો એવી છે કે, આ ગેસ ફેક્ટરીમાંથી લીક થયો છે. પોલીસે આ વિસ્તારમાં લોકોની અવરજવર અટકાવી દીધી છે અને બચાવ કામગીરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભટિંડાથી NDRFની ટીમ પણ ગ્યાસપુરા પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકોમાંથી મોટાભાગના એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
Advertisement

.