ભુજના પાંચ બાળકો પહોંચી ગયા મુઝ્ઝફરનગર..! વાંચો પછી શું થયું...
ભુજ નજકના એક ગામમાં એક જ શાળામાં અભ્યાસ કરતી બે છોકરીઓ સહિત પાંચ વિદ્યાર્થીઓ અચાનક ગુમ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગુજરાત પોલીસે તેની ખૂબ શોધખોળ કરી પણ કોઇ પતો મળ્યો ન હતો. આખરે આસપાસના રાજ્યોને જાણ કરાતા ચાર...
ભુજ નજકના એક ગામમાં એક જ શાળામાં અભ્યાસ કરતી બે છોકરીઓ સહિત પાંચ વિદ્યાર્થીઓ અચાનક ગુમ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગુજરાત પોલીસે તેની ખૂબ શોધખોળ કરી પણ કોઇ પતો મળ્યો ન હતો. આખરે આસપાસના રાજ્યોને જાણ કરાતા ચાર રાજ્યોની પોલીસ બાળકોને શોધી રહી હતી. ઘણા પ્રયત્નો પછી, બિહારમાં મુઝફ્ફરપુર રેલ્વે પોલીસે ગુજરાતના ભુજ જિલ્લાના મુદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 સપ્ટેમ્બરે ગુમ થયેલા બે છોકરીઓ સહિત પાંચ બાળકોને શોધી કાઢ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ તમામ બાળકોનો દિલ્હી જવાનો પ્લાન હતો, તેથી તેઓ ગુજરાતમાંથી ભાગી ગયા હતા.
પોલીસને બાળકોની માહિતી કેવી રીતે મળી?
મંગળવારે, એક છોકરી મુઝફ્ફરપુર જંકશન પર ટેક્સી સ્ટેન્ડ પર ઉભી હતી. તેની પૂછપરછ કરતાં છપરામાં ચાર બાળકો હોવાની કડી મળી હતી. આ પછી ચારેયને મુઝફ્ફરપુર લાવવામાં આવ્યા. પોલીસે બાળકોની પૂછપરછ કરી હતી. તમામની ઉંમર 12 થી 14 વર્ષની વચ્ચે છે. મુઝફ્ફરપુર રેલવે પોલીસે તમામ બાળકોને તેમના ગુમ થવા અંગે પૂછ્યું. જ્યારે બાળકોએ જીઆરપીને પોતાના વિશે જણાવ્યું તો તેઓ ચોંકી ગયા. જીઆરપીએ તુરત જ ગુજરાત પોલીસનો સંપર્ક કરતાં મુન્દ્રા પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી હતી પોલીસ તેમના વાલીઓને લઇને પહોંચી હતી અને પાંચેય બાળકોને પરત લઇ ગઇ હતી.
એક બાળક પાસે 100 રૂપિયા હતા, એકે સોનાની ચેઈન વેચી હતી
એક જ શાળામાં પાંચેય બાળકો અભ્યાસ કરે છે તેવી માહિતી મળી છે. ગુજરાત પોલીસ તેને શોધવા માટે દિલ્હી, જયપુર અને ઉત્તર પ્રદેશમાં દોડધામ કરી રહી હતી. મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર બાળકોએ જણાવ્યું કે તેઓએ દિલ્હી જવાની યોજના બનાવી હતી. જ્યારે પરિવારે તેમને પરવાનગી ન આપી, ત્યારે તેઓ બધા 3 સપ્ટેમ્બરના રોજ ભુજથી ભાગી ગયા હતા. ત્યાંથી ટ્રેન પકડી ગાંધીધામ ગયા. આ પછી બસમાં અમદાવાદ પહોંચ્યા. બાળકો પાસે માત્ર 100 રૂપિયા હતા. એક બાળક પાસે સોનાની ચેઈન પણ હતી. આ બાળકે અમદાવાદમાં સોનાની ચેઈન રૂ. 3700માં વેચી હતી અને ત્યારપછી ટ્રેનમાં જયપુર અને પછી દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં ફર્યા બાદ આ બાળકો બિહાર જવા રવાના થયા હતા. દિલ્હીથી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં તે મુઝફ્ફરનગર આવ્યા હતા.
બાળકી મુઝફ્ફરપુર જંકશન પર ખોવાઇ ગઇ
એક બાળકના મામા બિહારના છપરામાં રહેતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બાળકો દિલ્હીથી બિહાર સંપર્ક ક્રાંતિ માટે મુઝફ્ફરપુર જંકશન પહોંચ્યા હતા. અહીંથી છપરા જવા માટે ટ્રેન પકડવાની હતી. પરંતુ મુઝફ્ફરપુર જંકશન પર એક છોકરી અલગ થઈ ગઈ અને છપરા જતી ટ્રેનમાં ચઢી શકી નહીં. જ્યારે ટેક્સી ડ્રાઈવરે સ્ટેન્ડ પર બાળકીને રડતી જોઇ તો તેણે સ્થળ પર હાજર રેલવે પોલીસને જાણ કરી. રેલ્વે પોલીસ તેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી, ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો. ત્યારબાદ મુઝફ્ફરપુર રેલવે પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો.
Advertisement