Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Article 370 : જાણો, ઐતિહાસીક ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશ વિશે

અગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણના અનુચ્છેદ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્રની સરકારને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ...
12:39 PM Dec 11, 2023 IST | Vipul Pandya

અગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણના અનુચ્છેદ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્રની સરકારને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાનો નિર્ણય કેન્દ્રના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરી દીધી હતી. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું - જમ્મુ કાશ્મીર અને લદ્દાખ.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ

13 મે, 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાં તેમની નિમણૂક પહેલા, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ અને મહારાષ્ટ્ર ન્યાયિક એકેડેમીના ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ ભારતના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, નવી દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ સાથે બીએ, કેમ્પસ લો સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી, હાર્વર્ડ લો સ્કૂલ, યુએસએમાંથી એલએલએમની ડિગ્રી અને ન્યાયશાસ્ત્રમાં ડોક્ટરેટ (એસજેડી) પ્રાપ્ત કર્યું.

જસ્ટિસ સંજય કિશન કૌલ

જસ્ટિસ સંજય કિશન કૌલે 1976 સુધી મોર્ડન સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો અને 1979માં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે 1982માં કેમ્પસ લો સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. તેઓ 17.02.2017 ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા.

જસ્ટિસ સંજીવ ખન્ના

જસ્ટિસ સંજીવ ખન્નાને 18 જાન્યુઆરી 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેઓ 13 મે 2025ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. 2005માં તેમને દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી અને 2006માં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.

જસ્ટિસ બી આર ગવઈ

જસ્ટિસ બી આર ગવઈને 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી. 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્ત થવાનું નિર્ધારિત છે. તેઓ બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.

જસ્ટિસ સૂર્યકાંત

જસ્ટિસ સૂર્યકાંત 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. તેઓ 09 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેઓ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં જજ અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો---ARTICLE 370: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કેન્દ્ર સરકારના નિર્ણયને કોર્ટે માન્ય રાખ્યો

Tags :
article 370historic verdictJammu-KashmirjudgesLadakhModi governmentSupreme Court
Next Article