Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીનગરમાં પૂર્વ IAS એસ.કે.લાંગાના 5 દિવસના રિમાન્ડ મંજૂર

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ગાંધીનગરના નિવૃત્ત કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આ પછી પૂર્વ IAS SK LANGA ના 17 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર...
09:48 PM Jul 12, 2023 IST | Hiren Dave

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ગાંધીનગરના નિવૃત્ત કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આ પછી પૂર્વ IAS SK LANGA ના 17 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

SK LANGA ને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા 

આ સાથે જ ધરપકડ કરેલા પૂર્વ આઈએએસ SK LANGA ને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી દ્વારા રિમાન્ડ સ્ટેની અરજી દાખલ કરવામાં આવી છે. નિવૃત્ત કલેક્ટર લાંગાની સાથે તત્કાલીન ચિટનીસ અને RAC સામે પણ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

10 કરોડના જમીન કૌભાંડમાં મામલો 

આજે ગાંધીનગર ખાતે IG અભય ચુડાસમાએ પ્રેસકોન્ફ્રેન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, 10 કરોડના જમીન કૌભાંડમાં નિવૃત્ત IAS એસ.કે. લાંગા સાથે સંડોવાયેલાની પણ ધરપકડ થશે. સાથે જ ધરપકડ કરેલા પૂર્વ આઈએએસ એસ કે લાંગાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના
એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અને અપ્રમાણસર મિલકત વસાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નિવૃત્ત કલેક્ટર લાંગાની સાથે તત્કાલીન ચિટનીસ અને RAC સામે પણ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં કરોડોની રકમનું નુકસાન થયાનું સામે આવ્યું છે. હજુ બીજાં ઘણાં બધાં પ્રકરણો સામે આવી રહ્યાં છે. ખૂબ મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને પુરાવાઓ છે. આ સમગ્ર કૌભાંડની તપાસ કર્યા પછી કેટલા કરોડનું કૌભાંડ છે તે અંગે જાણ થશે. વધુમાં જણાવ્યું કે, લાંગાનું ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર પણ શંકાસ્પદ જણાઇ આવ્યું છે. તેમના વતન ભાણવડ તાલુકાના શિવા ગામમાં તપાસ કરી તો આ અંગેનો ત્યાં કોઈ રેકોર્ડ મળી આવેલ નથી. જેથી તે શંકાના દાયરામાં છે જ, તેઓ કદાચ ખોટા ખેડૂત બન્યા હોઈ શકે. તેની પણ અત્યારે તપાસ ચાલુ છે.

આ પણ વાંચો-

Tags :
EX-IAS SK LANGAFive days remand grantedFORMER IAS SK LANGA CASEGandhinagar Newspresented in courtremand
Next Article