Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારે વરસાદના કારણે જુનાગઢના 48 રસ્તાઓ બંધ, આ છે વૈકલ્પિક રૂટ, જાણો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે જૂનાગઢમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢમાં ભારે પુર અને વરસાદના લીધે જિલ્લાના પંચાયત- માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ બંધ છે. નાગરિકોની સુવિધા માટે જૂનાગઢ કલેક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તાઓની જાણકારી આપી છે. જૂનાગઢ જિલ્લાના કુલ 48...
ભારે વરસાદના કારણે જુનાગઢના 48 રસ્તાઓ બંધ  આ છે વૈકલ્પિક રૂટ  જાણો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે જૂનાગઢમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢમાં ભારે પુર અને વરસાદના લીધે જિલ્લાના પંચાયત- માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ બંધ છે. નાગરિકોની સુવિધા માટે જૂનાગઢ કલેક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તાઓની જાણકારી આપી છે.

Advertisement

Heavy Rain in Gujarat

જૂનાગઢ જિલ્લાના કુલ 48 માર્ગો બંધ છે જેને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે જ આ માર્ગો ક્યારે શરૂ થશે તેની સંભવિત તારીખ પણ જણાવવામાં આવી છે.

Advertisement

Heavy Rain in Gujarat

જૂનાગઢમાં પુરની સ્થિતિ સર્જાયા બાદ ભારે તારાજી સર્જાય છે. અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ગાડીઓ અને ઢોરઢાંખર પાણીમાં તણાયા છે અને અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.

Advertisement

Heavy Rain in Gujarat

જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જુનાગઢમાં બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે. જિલ્લા કલેક્ટરે કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

Heavy Rain in Gujarat

જૂનાગઢમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની 6 ટીમો તૈનાત કરી છે જે વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરી રહી છે.

Heavy Rain in Gujarat

જૂનાગઢમાં થયેલ અતિભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે મહાનગરપાલિકા અને NDRF ની ટીમ દ્વારા સાફ-સફાઈની તથા રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં સાફ-સફાઈ માટે ભાવનગર અને અમરેલી જિલ્લાની 9 નગરપાલિકાની ટીમો સઘન કામગીરી કરી રહી છે અને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંકલનથી સોસાયટીના રસ્તાઓ પર પૂરમાં તણાઈને આવેલો કચરો બહાર કાઢી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

Heavy Rain in Gujarat

હવામાન વિભાગે રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યા છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ, કચ્છ, જૂનાગઢ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૂરત, નવસારી, આણંદ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો તેના કારણે રાજ્યની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ છે. ડેમોમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધી છે તો સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો છે તથા રાજ્યના ઘણાં ડેમોમાં નવા નીરની આવક થઈ છે.

આ પણ વાંચો : RAJKOT : કરમાળ-પીપળીયા ગામમાં ફસાયેલા 25 લોકોને સલામત સ્થળે ખસેડતી NDRF અને ફાયર ટીમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.