Uttarkashi Tunnel માં 4 દિવસથી ફસાયેલા 40 લોકો, દિલ્હી મેટ્રો, નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની મદદ લેવામાં આવી...
ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં બુધવારે ચોથા દિવસે પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પરંતુ, સુરંગમાં ફસાયેલા 40 મજૂરો સુધી પહોંચવાના પ્રયાસો હાલમાં સફળ થયા નથી. તમને જણાવી દઈએ કે, બચાવ કામગીરીને કમાન્ડ કરી રહેલા અધિકારીઓએ હવે નિષ્ણાતોની સલાહ લીધી છે.
અત્યાર સુધી દિલ્હી મેટ્રો, નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી છે અને મદદ માંગવામાં આવી છે. બચાવ ટીમો હાલમાં થાઈલેન્ડ અને નોર્વેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંપર્કમાં છે. તેમની પાસેથી ટનલમાંથી બચાવ અંગેના તેમના અનુભવ વિશે માહિતી લેવામાં આવી રહી છે.
ટીમે નોર્વેમાં એનજીઆઈ અને થાઈલેન્ડમાં યુટિલિટી ટનલીંગ સાથે વાત કરી છે. આ ઉપરાંત દિલ્હી મેટ્રો રેલવેના નિષ્ણાતો પાસેથી પણ અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Rajasthan Election : કોંગ્રેસના ઉમેદવારનું નિધન, હવે રાજસ્થાનની આ બેઠક પર ચૂંટણી નહીં થાય