Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutchh: જખૌ નજીક ચરસના 31 પેકેટ મળતા ખળભળાટ 

અહેવાલ---કૌશિક છાયા, કચ્છ  કચ્છ (Kutchh) ના જખૌ (Jakhow) દરિયા કિનારે નશીલા પદાર્થો મળવાનો સિલસિલો જારી રહ્યો છે. સીમા સુરક્ષા દળની ટીમે 15મી ઓગષ્ટે જખૌ નજીકના જુદા જુદા વિસ્તારોમાંથી ચરસના 31 પેકેટ કબજે કર્યા છે. આ ઉપરાંત હેરોઇનનું પણ 1 પેકેટ...
kutchh  જખૌ નજીક ચરસના 31 પેકેટ મળતા ખળભળાટ 
અહેવાલ---કૌશિક છાયા, કચ્છ 
કચ્છ (Kutchh) ના જખૌ (Jakhow) દરિયા કિનારે નશીલા પદાર્થો મળવાનો સિલસિલો જારી રહ્યો છે. સીમા સુરક્ષા દળની ટીમે 15મી ઓગષ્ટે જખૌ નજીકના જુદા જુદા વિસ્તારોમાંથી ચરસના 31 પેકેટ કબજે કર્યા છે. આ ઉપરાંત હેરોઇનનું પણ 1 પેકેટ મળી આવ્યું છે.
અત્યાર સુધી ચરસના 81 પેકેટ અને હેરોઈનના 10 પેકેટ મળી આવ્યા
એપ્રિલ 2023 થી અત્યાર સુધી ચરસના 81 પેકેટ અને હેરોઈનના 10 પેકેટ મળી આવ્યા છે. શેખરણપીર, કુંડીબેટ અને બાકલ બેટ વિસ્તારમાંથી આ પેકેટો મળી આવ્યા છે.એકી સાથે મોટી માત્રામાં ચરસના પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
ચ્છના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યું
છેલ્લા ઘણા સમયથી કચ્છના દરિયાઈ વિસ્તારમાં એક યા બીજી રીતે ચરસના પેકેટો મળી આવી રહ્યા છે. સરહદ પારથી આ પેકેટો આવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવાધનને બરબાદ કરવા માટેનું આ કાવતરું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે જ્યારે પેકેટો મળી રહ્યા છે ત્યારે અલગ અલગ બ્રાન્ડના જોવા મળી રહ્યા છે ત્યારે મોટી માત્રામાં આ જથ્થો આવી રહ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે એટલું જ નહીં નશીલા પદાર્થોની હેરાફેરી કરતાં તત્વો સુરક્ષા દળોને જોઈને પોતાનો માલ દરિયામાં ફેંકી દેતા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. હાલ કચ્છના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે .
Advertisement
Tags :
Advertisement

.