Jammu Kashmir માં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ ઘાયલ
- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો
- આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને બનાવ્યું નિશાન
- જેમાં 12 લોકો ઘાયલ થયા,એક વ્યક્તિનું મૃત્યુ થયું
- આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ થયા ઘાયલ
Pahalgam: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં (Pahalgam)આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. જેમાં 3 પ્રવાસીઓ અને 2 સ્થાનિક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ત્યારે સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલામાં એક ગુજરાતી પણ ઘાયલ થયા છે. આતંકી હુમલામાં એક ગુજરાતની ગોળી વાગી છે. હાલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રવાસીઓના નામ પૂછ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો
ઉલ્લેખનીય છે કે હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ ઘટના દક્ષિણ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં બની છે. જે પ્રવાસીઓમાં ખુબ જ લોકપ્રિય વિસ્તાર છે. ઉનાળાની ઋતુમાં, હજારો પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેવા માટે આવે છે. આ હુમલાનો આરોપ આતંકવાદી સંગઠન TRF પર લગાવવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ પૂછ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો હતો.
હુમલાખોરો 2થી 3ની સંખ્યામાં પોલીસના યુનિફોર્મમાં આવ્યા
તમને જણાવી દઈએ કે હુમલાખોરો 2થી 3ની સંખ્યામાં પોલીસના યુનિફોર્મમાં આવ્યા હતા. આ હુમલો ખાસ કરીને પ્રવાસીઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 6 પ્રવાસીઓ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ટૂંક સમયમાં જ ખતમ કરવામાં આવશે અને આતંકવાદીઓના સમર્થકોને પણ બક્ષવામાં આવશે નહીં.
પ્રવાસીઓમાં દહેશતનો માહોલ!\n\nકાશ્મીરમાં આતંકીઓએ કર્યો ગોળીબાર! | Gujarat First https://t.co/tST7LRXzfx
— Gujarat First (@GujaratFirst) April 22, 2025
વિન્દ્ર રૈનાએ કહ્યું- આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું છે કે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ટૂંક સમયમાં જ ખતમ કરવામાં આવશે. આતંકવાદીઓને મદદ કરનારાઓને પણ છોડવામાં આવશે નહીં. આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું કે આ કાયર પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરની મુલાકાતે આવેલા નિઃશસ્ત્ર અને નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. કેટલાક પ્રવાસીઓને ઘાયલ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આર્મી પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકવાદીઓને તેમના ગુનાઓ માટે સજા મળશે.