Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs SA: આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની 2જી મેચ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન અંગે

ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. અહીં બંને ટીમ વચ્ચે ટી20 સિરાઝ રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે આજે બંને ટીમ વચ્ચે સિરીઝની બીજી મેચ રમશે. જણાવી દઈએ કે, ટીમ ઇન્ડિયા...
ind vs sa  આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે t20 શ્રેણીની 2જી મેચ  જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન અંગે

ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. અહીં બંને ટીમ વચ્ચે ટી20 સિરાઝ રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે આજે બંને ટીમ વચ્ચે સિરીઝની બીજી મેચ રમશે. જણાવી દઈએ કે, ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન 3 મેચની ટી20 સિરીઝ, 3 મેચની વનડે સિરીઝ અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

Advertisement

સાઉથ આફ્રિકાના ગકેબરહાના સેંટ જ્યોર્જ પાર્ક ખાતે આજની મેચ રમાશે. ભારતની યુવા ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવની સુકાની હેઠળ આ મેચ રમશે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમનો કેપ્ટન એડન માર્કરમ છે. આજની મેચ ભારતીય સમય મુજબ, રાતના 8.30 વાગ્યે શરૂ થશે. જો કે, સિરીઝની પહેલી મેચ જે ડરબન ખાતે આયોજિત કરવામાં આવી હતી, તે વરસાદના કારણે રદ થઈ હતી. આથી ક્રિકેટ ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે આજની મેચમાં વરસાદનો વિધ્ન જોવા ન મળે.

3 મેચની સિરીઝમાં પહેલી મેચ વરસાદના કારણે રદ થતા આજે બંને ટીમ મેચ જીતવાનો પૂરજોશ પ્રયાસ કરશે. કારણ કે આજની મેચ જે ટીમ હારશે તેમના માટે સિરીઝ જીતવી મુશ્કેલ બની જશે. જ્યારે બીજી તરફ મેચ જીતનાર ટીમને સિરીઝમાં હારનો સામનો નહીં કરવો પડે.

Advertisement

ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

Advertisement

યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ/શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

રિઝા હેન્ડ્રિક્સ, મેથ્યૂ બ્રેટ્ઝકે, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (wk), ડેવિડ મિલર, ડોનોવન ફેરિએરા, કેશવ મહારાજ, માર્કો યાન્સિન/ આંદિલે ફેહલુખ્વાયો, જેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્જર, તબરેઝ શમ્સી.

આ પણ વાંચો - IPL 2024 Auction List : 333 ખેલાડીઓ હરાજી માટે શોર્ટલિસ્ટ, 214 ભારતીયો, જાણો કઈ ટીમ પાસે કેટલા પૈસા છે…

Tags :
Advertisement

.