Banner controversy : કારમાંથી ઉતરેલા 2 શખ્સ પાછળ કોનો દોરીસંચાર?
Banner controversy : વડોદરા (Vadodara) માં સાંસદ રંજનબેન ભટ્ટ ( Ranjan Bhatt) વિરુદ્ધ બેનર લગાવવાના મામલે મહત્વના પૂરાવા મળ્યા છે. બેનર વિવાદ (Banner controversy ) માં પોલીસે સમગ્ર વિસ્તારના સીસી ટીવી ફૂટેજ ફંફોસતાં બેનરો કોણે લગાડ્યા છે તેની પ્રાથમિક જાણકારી મળી છે
ફૂટેજમાં બે યુવાનો બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળ્યા
પોલીસને ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવવાના CCTV ફૂટેજ મળ્યા છે જેમાં જોવા મળે છે કે કારમાંથી ઉતરી બે યુવાનોએ સોસાયટીઓની બહાર બેનર લગાવ્યા હોવાનું જોવા મળે છે. ફૂટેજમાં બે યુવાનો બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળ્યા છે. જો કે અન્ય બે બાઈક સવાર પણ તેમની સાથે હોવાની શક્યતા છે.
બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો
હાલ તો વડોદરામાં ચર્ચા છે કે બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો છે જેથી ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી છે. ભાજપની આંતરિક જૂથબંધીનો ત્રીજી વ્યક્તિ લાભ લેતો હોવાની શક્યતા પણ જોવા મળી રહી છે. બેનર લઇને આવેલા શખ્સો પાછળ કોનો દોરીસંચાર છે તેની તપાસ કરાઇ રહી છે.
સંગમ અને કારેલીબાગ વિસ્તાર માં આવેલ સોસાયટીઓ ના નાકા પર પોસ્ટરો લાગ્યા હતા
ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા હતા. શહેરના સંગમ અને કારેલીબાગ વિસ્તાર માં આવેલ સોસાયટીઓ ના નાકા પર પોસ્ટરો લાગતાં ચકચાર મચી હતી. ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના રોડ પર પોસ્ટર લાગ્યા હતા.
ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે પહોંચી
બીજી તરફ રંજનબેન ભટ્ટના વિરુદ્ધ લાગેલા બેનર મામલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પહોચી હતી જેમાં પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી ચિરાગ સુરતીએ જણાવ્યું કે અમને બેનર અંગેની ફરીયાદ મળતા તપાસ કરવા આવ્યા છીએ. હાલમાં બેનર કાઢી નાખ્યા હોવાથી સીસીટીવી કેમેરાની તપાસ કરીશું.
આ પણ વાંચો---- Ranjan Bhatt વિરુદ્ધ લાગેલા બેનરની ચૂંટણી પંચ દ્વારા તપાસ શરુ
આ પણ વાંચો---- BY-ELECTION : 5 બેઠકોની પેટા ચૂંટણીમાં આ રહ્યા BJP-CONGRESS ના મુરતિયા