ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gulmarg માં સેનાના વાહનો પર હુમલો, 2 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આતંકીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો આતંકવાદી હુમલામાં સેનાના બે જવાન શહીદ બે સિવિલ પોર્ટરના પણ મોત હુમલામાં ઘણા જવાનો ઘાયલ Gulmarg Attack : જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આતંકીઓએ સેનાના બે વાહનો પર હુમલો (Gulmarg Attack) કર્યો છે....
08:08 AM Oct 25, 2024 IST | Vipul Pandya
Jammu Kashmir Terror Attack

Gulmarg Attack : જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આતંકીઓએ સેનાના બે વાહનો પર હુમલો (Gulmarg Attack) કર્યો છે. આ આતંકવાદી હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા હતા, જ્યારે બે સિવિલ પોર્ટરના પણ મોત થયા હતા. હુમલામાં ઘણા જવાનો ઘાયલ પણ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. જો કે હુમલા બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સેનાએ આતંકીઓને શોધવા માટે પોતાની કડકાઈ વધારી દીધી છે.

રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના એક વાહન પર ગોળીબાર કર્યો

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓએ સાંજે ગુલમર્ગ સ્કી રિસોર્ટ નજીક બોટાપથરી વિસ્તારમાં નાગીન ચોક ખાતે રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના એક વાહન પર ગોળીબાર કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વધારાના સુરક્ષા દળોને મોકલવામાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશના એક મજૂર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કર્યો હતો. કામદારને સામાન્ય ઈજા થઈ છે.

આ પણ વાંચો----Jammu Kashmir : બારામુલ્લામાં સેનાના વાહન પર આતંકી હુમલો, 2 જવાન ઘાયલ

આ સ્થળ આતંકવાદથી મુક્ત છે

ગુરુવારે સેનાના વાહન પર હુમલો ખીણના એવા વિસ્તારમાં થયો હતો જે સામાન્ય રીતે આતંકવાદથી મુક્ત છે. તેના ઉપરના વિસ્તારો જેમ કે ગુલમર્ગ અને બોટાપથરી પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલા છે અને આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓનું પ્રિય છે.

બુટાપથરી સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર

અગાઉ, બારામુલા પોલીસે જણાવ્યું હતું કે, "નાગીન પોસ્ટની આસપાસ બારામુલા જિલ્લાના બુટાપથરી સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. તથ્યોની પુષ્ટિ કર્યા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે."

રવિવારે ગાંદરબલ જિલ્લામાં હુમલો થયો હતો

રવિવારે ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં એક ખાનગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના કામદારોના કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. બે વિદેશી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા તે ઘાતકી હુમલામાં છ બિન-સ્થાનિક કામદારો અને સ્થાનિક ડૉક્ટર સહિત સાત લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો----J&K માં આતંકીઓનો અંધાધૂંધ ગોળીબાર, ડોક્ટર સહિત 7ના મોત

Tags :
army vehiclesGulmargGulmarg AttackIndian-ArmyJammu and Kashmirjammu kashmir terror attackjawans martyredNational Riflessecurity forcesterrorismterrorists attack
Next Article