ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat માં વીતેલા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં ભારે વરસાદ વલસાડના વાપીમાં સવા 7 ઇંચ વરસાદ વરસ્યો વલસાડના કપરાડામાં સાડા 6 ઇંચ વરસાદ Gujarat Rain : ગુજરાત (Gujarat)માં વીતેલા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ...
09:00 AM Aug 03, 2024 IST | Vipul Pandya
monsoon

Gujarat Rain : ગુજરાત (Gujarat)માં વીતેલા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. વાપીમાં સવા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે કપરાડામાં સાડા 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડના વાપીમાં સવા 7 ઇંચ વરસાદ

વીતેલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. વલસાડના વાપીમાં સવા 7 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે
વલસાડના કપરાડામાં સાડા 6 ઇંચ વરસાદ , પારડી,ધરમપુર, ઉમરગામમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જામનગરના જોડિયા, નવસારીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત છોટા ઉદેપુર, નવસારી, ખેરગામમાં 2-2 ઇંચ વરસાદ અને નવસારીના જલાલપોર,વાલોડ, બોડેલીમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના સોનગઢ, ડાંગ, ગણદેવી, વ્યારામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે અને રાજ્યના અન્ય તાલુકામાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો---- Rain in Gujarat : આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર

આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

બીજી તરફ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. ખાસ કરીને વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, સુરત, તાપી, કચ્છ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે જ્યારેમોરબી, જામનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામા મધ્યમ વરસાદ રહેશે

તો બીજી તરફ ગાંધીનગર, અમદાવાદ,ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ,દાહોદ, સુરેન્દ્રનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો----Gujarat- અમદાવાદ મહાનગરપાલિકાના વરસાદી પાણીના સંગ્રહ અભિયાનને રાજ્ય સરકારની મદદ

Tags :
forecastGujaratgujarat rainIMDMeteorological DepartmentMonsoonMONSOON 2024RainWeatherWeather Alert
Next Article