Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાપતા રશિયન હેલિકોપ્ટર મળી આવ્યું, 22 માંથી 17 લોકોના મૃતદેહ મળ્યા

Helicopter માં સવાર લોકોના મોતની આશંકા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી Mi-8 એક ટ્વીન એન્જિન Helicopter છે Missing Russian helicopter : તાજેતરમાં Russia ના સુદૂર પૂર્વમાં એક Helicopter ગુમ થયું હતું. આ Helicopter માં કુલ 22...
લાપતા રશિયન હેલિકોપ્ટર મળી આવ્યું  22 માંથી 17 લોકોના મૃતદેહ મળ્યા
  • Helicopter માં સવાર લોકોના મોતની આશંકા

  • હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી

  • Mi-8 એક ટ્વીન એન્જિન Helicopter છે

Missing Russian helicopter : તાજેતરમાં Russia ના સુદૂર પૂર્વમાં એક Helicopter ગુમ થયું હતું. આ Helicopter માં કુલ 22 લોકો મુસાફરી કરી રહ્યા હતાં. ત્યારે આ હેલિકોપ્ટપને શોધી પાડવામાં આવ્યું છે. પરંતુ તેની સાથે એક દુઃખદ માહિતી પણ સામે આવી છે. Helicopter માં સવાર 22 લોકોમાંથી 17 ના મૃતદેહ મળી આવ્યા છે. આજે આ માહિતી આપતાં રશિયન અધિકારીઓએ જણાવ્યું કે Helicopter નો કાટમાળ પણ મળી આવ્યો છે.

Advertisement

Helicopter માં સવાર લોકોના મોતની આશંકા

Russia ના ઈમરજન્સી મંત્રાલયે જણાવ્યું કે 17 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને બચાવકર્મીઓ બાકીના લોકોની શોધ કરી રહ્યા છે. Russia ની સરકારી સમાચાર એજન્સી RIA Novosti એ ઈમરજન્સી મંત્રાલયને ટાંકીને કહ્યું કે Helicopter માં સવાર તમામ લોકોના મોતની આશંકા છે. એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાન અને ખરાબ વિઝિબિલિટીના કારણે Helicopter ક્રેશ થયું હતું.

આ પણ વાંચો: Hamas એ અમેરિકાના મૂળ 6 નાગરિકોને માર્યા, જો બિડેને કહ્યું કે...

Advertisement

હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી

Russia ના ઈમરજન્સી મિનિસ્ટ્રીએ ટેલિગ્રામ પર લખ્યું હતું કે, હવાઈ સર્વેક્ષણ કરીને ગુમ થયેલા Helicopter નો કાટમાળ શોધી કાઢવામાં આવ્યો છે. આ એજ ઘટનાસ્થળ છે, જ્યાં Helicopter ની અંતિમ લોકેશન મળી આવી હતી. તો Helicopter નો કાટમાળ ઘટનાસ્થળની નજીક 900 મીટરની ઉંચાઈ પર સ્થિત મળી આવ્યો છે. Helicopter માં સવાર મુસાફરો અથવા ક્રૂ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

Advertisement

Mi-8 એક ટ્વીન એન્જિન Helicopter છે

Russia ની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે Mi-8 Helicopter શનિવારે કામચટકા ક્ષેત્રમાં વાચકઝેટ્સ જ્વાળામુખી નજીક ઉડાન ભરી હતી. પરંતુ તે નિર્ધારિત સ્થળ પર પહોંચી શક્યું ન હતું. એવું માનવામાં આવે છે કે બોર્ડમાં 19 મુસાફરો અને ત્રણ ક્રૂ સભ્યો હતા. Mi-8 એક ટ્વીન એન્જિન Helicopter છે. જેનું નિર્માણ વર્ષ 1960 માં થયું હતું. Russia સહિત અન્ય દેશોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

આ પણ વાંચો: MPox ને લઈને UNICEF સતર્ક, WHO ના સહયોગથી અસરગ્રસ્ત દેશોને રસી મળશે...

Tags :
Advertisement

.