દંપતીએ ઘરમાં કામ કરતી કિશોરી સાથે દુષ્કર્મ અને ઈસ્ત્રી-સિગારેટના ડામ આપીને...
- યુવતીને ઈસ્ત્રી-સિગારેટના ડામ આપવામાં આવ્યા
- દિવાળીના દિવસે પણ યુવતી સાથે દુષ્કર્મ કરાયું
- છોકરીનું મોત કેવી રીતે થયું? આ અંગે હજુ સસ્પેન્સ
Chennai 15 Year Old Girl found Dead : Tamil Nadu ના Thanjavur જિલ્લામાંથી 15 વર્ષની બાળકીની લાશ મળી આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ત્યારે આ યુવતી એક ઘરકામ કરતી હોવાનું માલુમ પડ્યું છે. તો જ્યારે બાળકની લાશ મળી આવી હતી, ત્યારે તેના શરીર ઉપર દાઝવાના નિશાન મળી આવ્યા હતા. જોકે આ યુવતીની લાશ ઘરના બાથરૂમમાંથી મળી આવી હતી. ત્યારે આ મામલે પોલીસે કવાયત હાથ ધરી છે.
યુવતીને ઈસ્ત્રી-સિગારેટના ડામ આપવામાં આવ્યા
એક અહેવાલ અનુસાર, યુવતીની જે રીતે બાથરૂમમાંથી લાશ મળી આવી હતી, તેના ઉપરથી અનુમાન મેળવ્યું કે, યુવતી ઉપર અનેક માનસિક અને શારીરિક અત્યાચાર કર્યો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ અમીનજીકરાઈ પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કપલના નામ Mohammad Nishad અને Nasiya છે. યુવતી તેના ઘરે કામ કરતી હતી. દંપતીએ એકથી દોઢ વર્ષ પહેલા યુવતીને નોકરી પર રાખી હતી.
આ પણ વાંચો: એવું શું થયું કે બિહારના CM નીતિશ કુમારે પૂર્વ ભાજપ સાંસદના પગ પકડી લીધા?
દિવાળીના દિવસે પણ યુવતી સાથે દુષ્કર્મ કરાયું
આ સમય દરમિયાન તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે. દિવાળીની રાત્રે પણ યુવતીને ખૂબ જ નિર્દયતાથી મારવામાં આવી હતી. પોલીસે બંને Mohammad Nishad અને Nasiya ને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પોલીસને બાળકીના શરીર પર બળી ગયેલા અને ઈજાના નિશાન મળ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેને ત્રાસ આપવામાં આવતો હતો. દિવાળીના દિવસે પણ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં યુવતીએ પોતાને બાથરૂમમાં બંધ કરી દીધી હતી.
છોકરીનું મોત કેવી રીતે થયું? આ અંગે હજુ સસ્પેન્સ
થોડા સમય બાદ પીડિતા બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. આરોપી દંપતીએ આ અંગે કોઈને કંઈ કહ્યું નહીં અને ઘરને તાળું મારીને સંબંધીના ઘરે જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરમાં કોઈ હાજર નહોતું. પોલીસે તપાસ કરતાં આરોપી દંપતી ઝડપાઈ ગયા હતા. છોકરીનું મોત કેવી રીતે થયું? આ અંગે હજુ સસ્પેન્સ છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.