Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra : થાણેમાં સમૃદ્ધિ એકસપ્રેસના નિર્માણ કાર્ય દરમિયાન ગર્ડર લોન્ચિગ મશીન તૂટી પડતા 15 લોકોના મોત

મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane)માં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર સમૃદ્ધિ એકસપ્રેસ(Samriddhi Express)ના નિર્માણ કાર્ય દરમિયાન ગર્ડર લોન્ચિગ મશીન (girder launching machine) તૂટી પડતા 15 લોકોના મોત થયા છે. થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો...
maharashtra   થાણેમાં સમૃદ્ધિ એકસપ્રેસના નિર્માણ કાર્ય દરમિયાન ગર્ડર લોન્ચિગ મશીન તૂટી પડતા 15 લોકોના મોત
મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane)માં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર સમૃદ્ધિ એકસપ્રેસ(Samriddhi Express)ના નિર્માણ કાર્ય દરમિયાન ગર્ડર લોન્ચિગ મશીન (girder launching machine) તૂટી પડતા 15 લોકોના મોત થયા છે. થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે આ દુર્ઘટના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના નિર્માણ દરમિયાન થઈ હતી. આ મશીનનો ઉપયોગ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાના નિર્માણમાં કરવામાં આવી રહ્યો હતો.
NDRFની ટીમ સ્થળ પર હાજર
આ ઘટના મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને શાહપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી શકે છે. મળતી માહિતી મુજબ કાટમાળ નીચે અન્ય કેટલાક લોકોના દટાઈ જવાની આશંકા છે.

Advertisement

ગર્ડર લોન્ચિંગ મશીન 100 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયું
મળતી માહિતી મુજબ બ્રિજ તૈયાર કરવા માટે ગર્ડર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આ મશીન લગભગ 100 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયું હતું.
આ મશીનનો ઉપયોગ હાઇવે અને રેલ બ્રિજના નિર્માણમાં થાય છે.
બ્રિજના બાંધકામમાં ગર્ડર લોન્ચિંગ મશીનનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ હાઇવે અને રેલ પુલના નિર્માણમાં થાય છે. સમૃદ્ધિ હાઇવેનું નિર્માણ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે છે.
Tags :
Advertisement

.