Rajkot: વોટર રિચાર્જ માટે 1200 બોર બનાવાશે, ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા મનપાનો નિર્ણય
Water Recharge Scheme, Rajkot: ઉનાળો લોકોને ભારે પરેશના કરી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આવી ગરમીના કારણે પાણી પણ સુકાઈ રહ્યો છે. નોંધનીય છે કે, અત્યારે ભૂગર્ભ જળ ઊંડાને ઊંડા જઈ રહ્યાં છે. ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે વરસાદ ખુબ જ આવશ્ય છે પરંતુ મેઘરાજા હવે નિયમિત રીતે આવવાનું ટાળી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ (Rajkot)માં એક સારી કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં વોટર રિચાર્જ કરવા માટે ખાસ યોજના હેઠળ 1200 બોર બનાવવામાં આવશે.
રાજકોટ મહાપાલિકાએ વોટર રિચાર્જ યોજના લાગુ કરવામાં આવી
તમને જણાવી દઇએ કે, ભૂગર્ભ જળના તળ નીચે જતા હોવાથી પાણીની અછતને પૂર્ણ કરવા માટે રાજકોટ મનપા દ્વારા આ યોજના બનાવવામાં આવી છે. નોંધનીય છે કે, વરસાદી પાણીને રિચાર્જ કરવા માટે ખાસ બોર યોજના બનાવવામાં આવી છે. જેથી શહેરમાં 1200 જેટલા બોર ગાળીને વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સતત બોરથી પાણી ખેંચવામાં આવતા હોવાથી પાણીના તળ ઝડપથી નીચા જઈ રહ્યા છે. જેથી રાજકોટ મહાપાલિકાએ વોટર રિચાર્જ યોજના લાગુ કરી છે.
નવી બિલ્ડીંગમાં વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું
રાજકોટમાં 1200 બોર તો બનાવવમાં આવશે પરંતુ તેની સાથે સાથે હવે શહેરમાં જે પણ નવી બિલ્ડીંગ બનશે તેમાં વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ મોટી સ્કૂલોની આગાસીમાંથી પાણી ભૂતળમાં ઉતરે તે માટે પણ બોર કરવામાં આવશે. જેથી ઝડપથી પાણીની સમસ્યાને નિવારી શકાશે અને લોકોની પરેશાની દૂર કરી શકાશે. નોંધનીય છે કે, પાણી સજીવ સૃષ્ટ્રી માટે અતિઆવશ્યક માનવામાં આવે છે. તેના વિના જીવન શક્ય જ નથી. પાણીને સંગ્રહ કરવો અત્યારે ખુબ જ જરૂરી છે. કારણ કે, નજીકના ભવિષ્યમા પાણી માટે પણ યુદ્ધ થવાની સંભાવનાઓ વર્તાઈ રહીં છે. તેથી પાણીનો બને એટલે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.