Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો, 12 જવાનોના મોત
- Pakistan ના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વિસ્ફોટ
- ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર સુરક્ષાકર્મીઓને નિશાન બનાવાયા
- વિસ્ફોટકોથી ભરેલા વાહનને જોઈન્ટ ચેક પોસ્ટ પર ઘુસાડ્યું
પાકિસ્તાન (Pakistan)ના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર સુરક્ષાકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને જોઈન્ટ ચેક પોસ્ટ પર ઘુસાડ્યું, જેમાં 12 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા. બુધવારે માહિતી આપતાં સેનાએ કહ્યું કે ત્યારપછી થયેલા એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે.
સેનાએ શું કહ્યું?
સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ જણાવ્યું કે, આતંકવાદીઓએ મંગળવારે મોડી રાત્રે બન્નુ જિલ્લાના મલીખેલ વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ પોસ્ટમાં પ્રવેશવાના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ISPR એ જણાવ્યું હતું કે, આત્મઘાતી વિસ્ફોટને કારણે દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આસપાસના માળખાને નુકસાન થયું હતું, પરિણામે 10 સુરક્ષા દળો અને બે ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના કર્મચારીઓ સહિત 12 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા.
After today’s blast in South Waziristan, in #Pakistan 's #KhyberPakhtunkhwa where one life was lost and several others injured, it’s clear: terrorism in #Pakistan isn’t just carried out by armed groups.
1/2 @MDUmairKh @Khadimhussain4 @TahaSSiddiqui @HamzaAliHaroon pic.twitter.com/h9ODXcN73Z
— Steven (@Steven5873) November 20, 2024
આ પણ વાંચો : અંડરવેરમાં ફરતી યુવતીનું શું થયું? જાણીને તમે પણ ચોંકી જશો
Pakistan માં આતંકવાદી ઘટનાઓ વધી...
સેનાએ કહ્યું કે, ત્યારબાદ થયેલી ગોળીબારમાં છ આતંકીઓ પણ માર્યા ગયા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશના નાગરિક અને સૈન્ય નેતૃત્વએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ "વિશાળ સૈન્ય કાર્યવાહી"ને મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આ આવ્યું છે. સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું કે, તેઓ આતંકવાદના જોખમને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. સમગ્ર દેશમાં, ખાસ કરીને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, છેલ્લા વર્ષમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : 56 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન ગુયાનાના પ્રવાસે, ગુજરાતીઓએ બેનર સાથે PM મોદીનું કર્યુ સ્વાગત!