Israel દેશ ફરી માતમ ફરી વળ્યું, Hezbollah ના રોકેટ હુમલામાં 12 બાળકોના મોત
Hezbollah attack on israel: ગાઝા, લેબનોન અને યમનમાં એક સાથે હુમલો કરી રહેલું Israel એક Rocket હુમલાથી હચમચી ગયું છે. આ વખતે Hezbollah ના લડવૈયાઓએ Israel પર વિનાશકારી હુમલો કર્યો છે. તાજેતરમાં યમન હુમલાનો બદલ લેવા માટે Hezbollah એ Israel પર 40 થી વધુ Rocket છોડ્યા હતાં. ત્યારે આમાથી એક Rocket Israel માં આવેલા Golan Heights ના ફૂટબોલ મેદાનમાં પડ્યું હતું. ત્યારે આ હુમલામાં 12 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે 37 થી વધુ લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે.
વિસ્ફોટની સાથે બાળકોની ચીસો પણ સંભળાઈ હતી
હિઝબુલ્લાએ આ હુમલાના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો
વડાપ્રધાન Benjamin Netanyahu હાલ અમેરિકાના પ્રવાસે છે
આ હુમલો 22 જુલાઈની સાંજે 6.30 કલાકે થયો હતો, જ્યારે Golan Heights ના મજદલ શમ્સ શહેરના ફૂટબોલ મેદાનમાં બાળકો રમી રહ્યા હતા. વિસ્ફોટની સાથે બાળકોની ચીસો પણ સંભળાઈ હતી. હાલમાં, સમગ્ર ઇઝરાયેલના લોકો આઘાતમાં છે. Israel ના વડાપ્રધાન Benjamin Netanyahu એ આ હુમલા માટે Hezbollah ને જવાબદાર ગણાવી છે. આ સાથે તેણે ચેતવણી આપી છે કે Hezbollah ને આની ભારે કિંમત ચૂકવવી પડશે.
હિઝબુલ્લાએ આ હુમલાના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો
આ હુમલા બાદ Israel ના સૈન્ય પ્રમુખે કહ્યું કે અમને ખબર પડી છે કે Rocket હુમલો ક્યાંથી કરવામાં આવ્યો હતો. આ હુમલો Hezbollah દ્વારા કરવામાં આવ્યો છે. જેણે આમરા નાગરિકોને માર્યા છે. આ હુમલામાં અમારા બાળકો માર્યા ગયા છે. જોકે, હિઝબુલ્લાએ આ હુમલાના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. Golan Heights 1967 સુધી સીરિયાનો હિસ્સો હતો, પરંતુ Israel એ 1981 માં તેને પોતાના કબજામાં લઈ લીધું. જોકે Israel ના વડાપ્રધાન Benjamin Netanyahu હાલ અમેરિકાના પ્રવાસે છે.
વડાપ્રધાન Benjamin Netanyahu હાલ અમેરિકાના પ્રવાસે છે
તેમની મુલાકાતના પાંચમા દિવસે તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના ફ્લોરિડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા પહેલા Israel ના વડાપ્રધાને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગાઝામાં યુદ્ધવિરામ માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. Israel ના વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળ્યા હતા.
આ પણ વાંચો: Israel-Yemen War: ઈઝરાયેલ-યમનનો એકબીજા પર વાર-પલટવાર યથાવત