Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PMના 'મન કી બાત'નો 100મો એપિસોડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નિહાળ્યો

સુરત શહેરના વેસુ ખાતે વડાપ્રધાનનો 'મન કી બાત'નો 100મો એપિસોડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નિહાળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સુરત શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, શહેર મહામંત્રીઓ, પ્રભારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 'મન કી બાત' કાર્યક્રમ અંતર્ગત મોદી...
02:09 PM Apr 30, 2023 IST | Dhruv Parmar

સુરત શહેરના વેસુ ખાતે વડાપ્રધાનનો 'મન કી બાત'નો 100મો એપિસોડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નિહાળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સુરત શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, શહેર મહામંત્રીઓ, પ્રભારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના આ પહેલાના એપિસોડ દ્વારા થયેલા ક્રાંતિના કેટલાક વાહકો સાથે કરેલ વાતને વાગોળતા જે તે ક્રાંતિ આણનાર નાગરિકો અને પરિવર્તનકર્તાઓ સાથે વાત કરી તેમની પ્રગતિ અંગે વિગતો મેળવી. પ્રધાનમંત્રીએ સેલ્ફી વિથ ડોટરના વાહક એવા સુનીલ સાથે પ્રત્યક્ષ વાત કરીને જે તે અભિયાનની સફળતા વિશે ચર્ચા કરી અને તેમને અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રીએ મન કી બાતને સર્વ સમાવેશી ભારતના વિકાસની પારાશીશી ગણાવતા કહ્યું કે, ભારતમાં પરિવર્તન લાવવા માટે મન કી બાત એક મહત્વનું માધ્યમ સાબિત થયું છે. ગુજરાતમાં શિક્ષણના ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે ગુણોત્સવ અને શાળા પ્રવેશના અભિયાનને યાદ કરી તેમણે સમગ્ર ભારતમાં તેના પ્રસારને યાદ કર્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતથી પ્રધાનમંત્રી બનીને દિલ્હી આવ્યા ત્યારે એમની આસપાસના સુરક્ષા ઘેરા અને પ્રતિકૂળતાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારત સાથે જોડાવા માટે મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હોવાનું જણાવ્યું હતું અને આજે તેની સફળતા બદલ એમણે ભારતના દરેક નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

ડિજિટલ લાઇબ્રેરી અને કોવિડ કાળમાં જે કંઈ પણ સમસ્યા હતી તેને નિવારવા માટે મન કી બાતની સાર્થકતા યાદ કરી તેમજ પ્રધાનમંત્રીએ ભારતના સરહદના અને દૂર દૂરના અન્ય તમામ વિસ્તારોમાં મન કી બાત વળે સંભવ થયેલી પરિવર્તનની હકારત્મક સફળતઓ યાદ કરી. પ્રધાનમંત્રીએ અગાઉના એક મન કી બાત કાર્યક્રમમાં સ્ટોરી ટેલરો (વાર્તા કહેતા લોકો)ને યાદ કરી તેમના દ્વારા પ્રસ્તુત કથાઓના માધ્યમથી જાગૃતિ અને પરિવર્તન લાવવા માટે થયેલ સફળ પ્રયાસને યાદ કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, મન કી બાત કાર્યક્રમ હવે એક પરંપરાનો સ્વરૂપ લઈ ચૂક્યો છે અને એ પરંપરા દેશનો ધબકાર છે તેનું આપણને સૌકોઇને ગૌરવ છે. મન કી બાતને ક્ષેત્રીય અને વિદેશી એમ અનેક ભાષાઓમાં અનુવાદ કરતા જૂથને તેમણે અભિનંદન આપ્યા, જેના વડે મન કી બાત કોઈપણ જાતના કોમર્શિયલ બ્રેક વિના પ્રસારિત કરતા દૂરદર્શન સહિતના તમામ માધ્યમોને અભિનંદન આપ્યા. ભારતના લોકો અને ભારતમાં આસ્થા રાખતા લોકો મન કી બાત સાથે જોડાયા એક અભૂતપૂર્વ બાબત છે.

Tags :
CR PatilGujaratMan ki BaatNarendra ModiPMSurat
Next Article