Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kuchh : જખૌ નજીક વધુ 10 ચરસના પેકેટ કબજે

અહેવાલ--કૌશિક છાયા, કચ્છ બીએસએફ(BSF) ના જવાનોને એક વિશેષ સર્ચ ઑપરેશનમાં જખૌ(Jakhou) કિનારેથી લગભગ 2 કિમી દૂર નિર્જન ખિદરત બેટ પરથી ચરસ (charas ) ના 10 પેકેટ મળી આવ્યા છે. જેને જપ્ત કરી બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે....
kuchh   જખૌ નજીક વધુ 10 ચરસના પેકેટ કબજે
અહેવાલ--કૌશિક છાયા, કચ્છ
બીએસએફ(BSF) ના જવાનોને એક વિશેષ સર્ચ ઑપરેશનમાં જખૌ(Jakhou) કિનારેથી લગભગ 2 કિમી દૂર નિર્જન ખિદરત બેટ પરથી ચરસ (charas ) ના 10 પેકેટ મળી આવ્યા છે. જેને જપ્ત કરી બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 40 પેકેટ મળ્યા
જખૌ વિસ્તારમાં અવાર નવાર નશીલા પદાર્થો સુરક્ષા એજન્સીઓને મળતાં રહે છે. સરહદ પારથી દેશમાં ઘુસાડવામાં આવતા નશીલા પદાર્થો વારંવાર પકડાય છે જેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થવાથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 40 પેકેટ મળી આવ્યા છે.
1 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો જપ્ત કર્યા 
 બીએસએફના જવાનોએ દરિયાઈ મોજામાં ધોવાઈ ગયેલ પીળા રંગની પ્લાસ્ટિક બેગમાંથી આશરે 1 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો જપ્ત કર્યા હતા. 10 પેકેટો એક સાથે પેક કરવામાં આવ્યા હતા. અને દરેક પર 'ઉડતા ગરુડ'નું ચિત્ર પ્રિન્ટ કરવામાં આવેલ છે. ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત હજી સુધી જાહેર કરવામાં આવેલ નથી. ઉલ્લેખનીય છે કે 15 એપ્રિલ 2023થી અત્યાર સુધીમાં જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 40 પેકેટ મળી આવ્યા છે. ત્યારે બીજી તરફ આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત તેની જવાબદારીના ક્ષેત્રમાં હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે..
Advertisement
Tags :
Advertisement

.